કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે સંઘર્ષ કરી રહેલા ઉત્તર કોરિયામાં રહસ્યમયી તાવથી બીજા ૧૫ લોકોના મોત થયા છે. લાખો લોકો તેનાથી બીમાર છે. આ સાથે દેશમાં તાવથી મરનારની સંખ્યા ૪૨ થઇ ગઇ છે. રાજ્યના મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. બે વર્ષથી વધારે સમયથી કોરોના વાયરસથી બચ્યા રહેવાનો દાવો કરનાર ઉત્તર કોરિયાએ ગુરુવારે જાહેરાત કરી કે દેશમાં કોવિડ સંક્રમિત લોકો મળી આવ્યા છે.
ત્યારથી લઇને આખા દેશમાં એક રહસ્યમયી તાવ ફેલાઇ ગયો છે. જાેકે અત્યાર સુધી એ વાતનો ખુલાસો થયો નથી કે તેમાં કોવિડ-૧૯ના કેટલા કેસ છે. ઉત્તર કોરિયામાં મોટી સંખ્યામાં સંદિગ્ધ કોવિડ-૧૯ના ટેસ્ટ કરવા માટે આવશ્યક ડાયગ્નોસ્ટિક કિટની અછત છે. રવિવારે નોંધાયેલા ૧૫ મોત સાથે દેશમાં તાવથી મૃતકોની સંખ્યા ૪૨ થઇ ગઇ છે. આધિકારિક કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે દેશમાં ફ્લૂના લક્ષણો વાળા ૨,૯૬,૧૮૦ નવા દર્દીઓ સામે આવ્યા છે.
જેનાથી રોગીઓની સંખ્યા વધીને ૮૨૦,૬૨૦ થઇ ગઇ છે. ફ્લૂ એ ઉત્તર કોરિયામાં માનવીય સંકટ ઉભું કરી દીધું છે કારણ કે દેશમાં મોટાભાગના લોકોએ કોરોના વેક્સીન લીધી નથી અને સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલી દશકોથી ખરાબ છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે જાે ઉત્તર કોરિયાને વેક્સીન, દવા અને અન્ય ચિકિત્સાના શિપમેન્ટ જલ્દી પ્રાપ્ત નહીં થાય તો ઉત્તર કોરિયામાં મોટી સંખ્યામાં લોકોના જીવ જઇ શકે છે.
ઉત્તર કોરિયાએ ગુરુવારે વાયરસથી લડવા માટે દેશવ્યાપી લોકડાઉન લગાવી દીધું છે. જેના કારણે નાજુક અર્થવ્યવસ્થા પર વધારે દબાણ પડી શકે છે. કારણ કે હાલના વર્ષોમાં મહામારીના કારણે બહારના વેપારમાં ઘટાડો થયો છે. આ સિવાય દેશ પોતાના પરમાણું કાર્યક્રમને લઇને સંયુક્ત રાષ્ટ્રના આર્થિક પ્રતિબંધો પણ ભોગવી રહ્યું છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉને શનિવારે સત્તારુઢ પાર્ટીની પોલિત બ્યૂરો બેઠક દરમિયાન ફ્લૂ ના પ્રકોપને ઐતિહાસિક રુપથી સૌથી મોટી ઉથલ-પુથલના રૂપમાં વર્ણિત કરી છે. લોકોને મહામારી સામે લડવામાં પ્રશાસનનો સહયોગ કરવાની અપીલ કરી છે.