દુનિયાની નં. 1 ઓનલાઈન સ્પોર્ટસ ન્યૂટ્રિશન બ્રાન્ડ માયપ્રોટીન દ્વારા આજે તેના ભારતીય ગ્રાહકો માટે ત્રણ નવી પ્રોડક્ટો લોન્ચ કર્યાની ઘોષણા કરવામાં આવી હતી. ઉપખંડની પોષણની જરૂરતને ધ્યાનમાં લેતાં નવી પ્રોડક્ટ ક્લિયર વ્હે, પ્રી- વર્કઆઉટ અને કેવેન્ટર્સ ક્ષિતિજો હેઠળ આવે છે અને ભારતમાં ફિટનેસ સમુદાયને નવી ફ્લેવર્સ માણવા સાથે તેમનાં અંગત લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ થશે.
ભારતીય ગ્રાહકોની પોષણની જરૂરતો પ્રત્યે કટિબદ્ધ ત્રણ નવા ઉમેરાથી ફિટનેસના શોખીનોને તેમની ઊર્જા, પ્રોટીન અને વર્કઆઉટની માગણીઓને પૂરક કરવાની ક્ષમતા આપશે. પ્રી-વર્કઆઉટ અને ક્લિયર વ્હે પ્રોડક્ટ રેન્જ થકી ગ્રાહકોને વર્કઆઉટ પૂર્વે 30-60 મિનિટ તેમની ઊર્જામાં નવો પ્રાણ ફંકવાની તક આપશે અને તે સાથે તેમના સ્નાયુના વિકાસની વૃદ્ધિ અને જાળવણીમાં પૂરક બનશે/ ટેકો આપશે.
ઉપરાંત દરેક ગ્રાહકોની સ્વાદની રૂપરેખાને પહોંચી વળવાની ખાતરી રાખવા માટે ઓછા શુગરનું ક્લિયર વ્હે સર્વિંગ દીઠ 20 ગ્રામનું નોંધપાત્ર પ્રોટીન પ્રદાન કરે છે અને તે પાઈનેપલ, બ્લડ ઓરેન્જ, મેંગો, કોકોનટ, ક્રેનબેરી રાસ્પબેરી અને પીચ ટી તરીકે ફ્લેવર્સમાં ઉપલબ્ધ થશે. આ જ રીતે કેવેન્ટર્સ બટરસ્કોચ ફ્લેવર પણ લોન્ચ કરાશે અને ભારતીય ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાશે, જેથી ફિટનેસના શોખીનો માટે પ્રોટીન- સમૃદ્ધ બટરસ્કોચન વિકલ્પ મળશે.
આ રોમાંચક ફ્લેવર્સ આગામી થોડા સપ્તાહમાં એપીએચએ અને એફએસએસએઆઈની મંજૂરી પછી ભારતમાં ઉપલબ્ધ થશે.
આ પ્રગતિ વિશે બોલતાં માયપ્રોટીન ઈન્ડિયાના રિજનલ મેનેજર સુદેશના સહાએ જણાવ્યું હતું કે, “અમે અમારા ભારતીય ગ્રાહકો માટે આ નવી પ્રોડક્ટો રજૂ કરવા બહુ રોમાંચિત છે, જે ખાસ કરીને તેમની પોષણની જરૂરતો અને ફ્લેવરની અગ્રતાઓને પહોંચી વળશે. ક્લિયર વ્હે, પ્રી-વર્કઆઉટના લોન્ચ સાથે અને કેવેન્ટર્સ બટરસ્કોચ ફ્લેવરના રોમાંચક ઉમેરા સાથે અમે ભારતમાં ફિટનેસ સમુદાયને તેમનાં લક્ષ્યો સાથે સુમેળ સાધવા અને સ્વાદિષ્ટ ફ્લેવર્સની રેન્જ માણવા સાથે મહત્તમ પરિણામો હાંસલ કરવા માટે સશક્ત બનાવશે. અમે ઊર્જા, પોષકો અને સ્નાયુની માગણીઓને ટેકો આપવા માટે ઉચ્ચ ગુણવત્તાના પૂરકો પૂરા પાડવા માટે કટિબદ્ધ હોઈ નાગરિકોને તેમના ફિટનેસ પ્રવાસમાં મદદરૂપ થઈ રહ્યા છીએ. એપીએચએ અને એફએસએસએઆઈ પાસેથી સ્વાસ્થ્ય પ્રમાણપત્રની મંજૂરી પછી ટૂંક સમયમાં જ ભારતીય ગ્રાહકોને આ પ્રોડક્ટો ઉપલબ્ધ થશે.“
ગ્રાહકો નવી પ્રોડક્ટ અને ફ્લેવર્સ વિશે વધુ જાણકારી જોઈ હોય તો વધુ માહિતી અમારી વેબસાઈટની વિઝિટ કરી શકે છેઃ https://www.myprotein.co.in/
- ક્લિયર વ્હેઃ માયપ્રોટીનનું ક્લિયર વ્હે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ ફ્લેવર્સ સાથેનું તાજગીપૂર્ણ અને પ્રોટીન સમૃદ્ધ પીણું છે. આ નાવીન્યપૂર્ણ ક્લિયર વ્હે ફોર્મ્યુલા તમારા પ્રોટીનના સેવનને પૂરક માટેની હાઈડ્રેટિંગ અને સ્વાદિષ્ટ રીત છે અને સ્નાયુની વૃદ્ધિ અને રિકવરીમાં ટેકો આપે છે.
- પ્રી- વર્કઆઉટઃ માયપ્રોટીન દ્વારા પ્રી-વર્કઆઉટ પ્રોડક્ટ તમને ઊર્જા આપવા માટે તૈયાર કરાઈ છે અને તમારા વર્કઆઉટ થકી તમને જરૂરી પાવર આપવા માટે કેન્દ્રિત છે. આ ખાસ રચાયેલું પૂરક છે, જે ઊર્જા વધારે છે, એન્ડ્યુરન્સ બહેતર બનાવે છે અને માનસિક સતર્કતા વધારે છે, જેને લીધે તમારું મોટિવેશન ગમે તે હોય તો પણ તમારા તાલીમ સત્રોનો મહત્તમ ફાયદો મેળવવામાં મદદરૂપ થશે.
- કેવેન્ટર્સઃ કેવેન્ટર્સ સાથે ભાગીદારીમાં રોમાંચક કેવેન્ટર્સ બટરસ્કોચ ફ્લેવર પોષકીય લક્ષ્યોને પહોંચી વળવા સાથે સ્વાદિષ્ટ ટ્રીટ માણવા માગતા ફિટનેસના શોખીનો માટે ઉત્તમ છે. પ્રોટીન સમૃદ્ધ બટરસ્કોચ વિકલ્પોમાં એક સ્કૂપમાં 23 ગ્રામ પ્રોટીન હોય છે.