અમદાવાદ: ભારતની નવી રિન્યૂએબલ ફ્યુઅલ કંપની માય ઇકો એનર્જી (એમઇઇ)એ ગુજરાતમાં પરિવર્તનકારક ગ્રીન ફ્યુઅલ ઇન્ડિઝલ લોંચ કરવાની જાહેરાત કરી હતી, જે પ્રીમિયમ અને પરંપરાગત ડિઝલનો વિકલ્પ છે. ઇન્ડિઝલ અલ્ટ્રા-પ્રીમિયમ સ્થિર ઇંધણ છે, જે એમઇઇએ પ્રસ્તુત કર્યું છે અને આ ઇએન 590 ગુણવત્તાયુક્ત તથા બીએસ VI અને યુરો 6 ઉત્સર્જનનાં નિયમોનું પાલન કરતી ભારતની એકમાત્ર રિન્યૂએબલ ફ્યુઅલ કંપની છે. ઇએન590નું પાલન કરતું ઇન્ડિઝલનો ઉપયોગ એન્જિનમાં સુધારો કર્યા વિના કે મિશ્રણની મર્યાદા વિના તમામ ડિઝલ એન્જિનમાં થઈ શકશે.
સરકાર મે, ૨૦૧૮માં રાષ્ટ્રીય જૈવઇંધણ પર નીતિમાં નવા સુધારા કર્યા છે, જે મુજબ ઇન્ડિઝલ ડિઝલ એન્જિન માટે ડ્રોપ-ઇન-ફ્યુઅલ કેટેગરીમાં આવે છે. ડ્રોપ-ઇન-ફ્યુઅલ વૈકલ્પિક ઇંધણ છે, જે સંપૂર્ણપણે ઇન્ટરચેન્જેબલ અને પરંપરાગત (સામાન્ય રીતે પેટ્રોલીયમમાંથી પ્રાપ્ત) ઇંધણ સાથે સક્ષમ છે, જે માટે એન્જિનમાં સુધારાવધારા કરવાની જરૂર નથી. રાષ્ટ્રીય જૈવઇંધણ નીતિએ આ પ્રકારનાં જૈવ ઇંધણને માન્યતા આપી એ અગાઉ ઇન્ડિઝલનું નિર્માણ એમઇઇ સંશોધનની કડક પ્રક્રિયા મારફતે કર્યું છે અને ડિઝલનાં એન્જિનો માટે બીજી પેઢીનાં આધુનિક ડ્રોપ-ઇન-બાયો-ફ્યુઅલનાં તમામ ધારાધોરણોનું પાલન કરે છે.
આ સુધારા પછી માય ઇકો એનર્જીએ એમઇઇ ફ્યુઅલ સ્ટેશન માફતે ઇન્ડિઝલનું રિટેલ વેચાણ કરવાની યોજના ધરાવે છે. સમગ્ર ગુજરાતમાં આ સ્ટેશનો હાઇવે પર વ્યૂહાત્મક જગ્યાઓ પર સ્થિત છે. એમઇઇએ વર્ષ 2019 સુધીમાં ગુજરાતમાં 300થી વધારે આઉટલેટ લોંચ કરવાની યોજના બનાવી છે.
માય ઇકો એનર્જીનાં સહસ્થાપક સંતોષ વર્માએ કહ્યું હતું કે, “રાજ્યમાં ઘણાં પ્રસિદ્ધ શહેરોમાં અતિ પ્રદૂષણ છે, હવામાં સતત પ્રદૂષણનું સ્તર ઊંચું રહે છે. અત્યારે પર્યાવરણને લાભદાયક ઇંધણની જરૂર છે, જે પર્ફોર્મન્સ અને ડિલિવરી બંને અસરકારક રીતે આપે. ઇન્ડિઝલ પાછળનાં પાઇપમાંથી 80 ટકાથી વધારે ઉત્સર્જન ઘટાડે છે, જે પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરે છે તેમજ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપે છે અને ડિઝલનાં અન્ય વેરિઅન્ટથી વધારે વાજબી છે. ઇન્ડિઝલ જેવા ડ્રોપ-ઇન ફ્યુઅલ માટે રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિ સાથે અમારાં માટે પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત મોટું બજાર છે એટલે અમે રાજ્યમાં ઇન્ડિઝલ લોંચ કર્યું છે. અમે રાજ્યમાં ફ્યુઅલ ડિસ્પેન્સિંગ સ્ટેશન માટે 300 ફ્રેન્ચાઇઝ આપીને નેટવર્ક ઊભું કરવાની યોજના બનાવી છે.”
120થી વધારે વર્ષથી ડિઝલ ઇંધણમાં કોઈ નવીનતા આવી નથી અને દુનિયા હવામાં પ્રદૂષણ ફેલાવતાં, મર્યાદિત પર્ફોર્મન્સ આપતાં અને એન્જિનને ધસારો આપતાં ડિઝલ પર નિર્ભર છે. માય ઇકો એનર્જી દ્વારા ઇન્ડિઝલ પરિવર્તનકારક નવીનતા છે, જે ડિઝલ, પ્રીમિયમ ડિઝલ અને પ્રથમ પેઢીનાં જૈવ-ઇંધણો સાથે સંકળાયેલા તમામ પડાકોરનું સમાધાન કરશે.
પર્ફોર્મન્સ, ઇકોનોમી અને ઉત્સર્જનની દ્રષ્ટિએ ઇન્ડિઝલ પ્રીમિયમ અને પરંપરાગત ડિઝલથી તથા પ્રથમ પેઢીનાં જનરેશનનાં તમામ જૈવ ઇંધણોથી વધારે સારી કામગીરી છે:
- ડિઝલ કરતાં વધારે સીટેન નંબર હોવાથી ઇન્ડિઝલનું દહન શ્રેષ્ઠ છે, જેનાં પરિણામે પ્રમાણભૂત પરીક્ષણની સ્થિતિમાં 25 ટકા વધારે ટોર્ક અને હોર્સપાવર મળે છે, જે એન્જિનને મહત્તમ ક્ષમતા, ઓછી લેગિંગ/ડ્રેગિંગ, ઓછો અવાજ અને વધારે પાવર આપે છે.
- ઇંધણ સારી રીતે બળે છે એટલે ઇંધણની અસરકારકતા વધે છે અને ઓછા અણુઓ એને અતિ વાજબી તથા સાથે સાથે ઓછું પ્રદૂષક બનાવે છે.
- તેનાં લો કોલ્ડ ફિલ્ટર પ્લગ્ગિંગ પોઇન્ટને કારણે ઇન્ડિઝલનો ઉપયોગ કરતું એન્જિન -12 ડિગ્રી સેલ્સિયસ પર પણ અસરકારક રીતે ચાલે છે
- મિશ્રણની કોઈ મર્યાદા નથી, રિવર્સ કોમ્પિટિબલ છે અને કોઈ પણ પ્રમાણમાં ઉપયોગ થઈ શકશે. આ માટે એન્જિનમાં કોઈ સુધારોવધારો કરવાની જરૂર નથી.
- ઇન્ડિઝલ રિન્યૂએબલ ઇંધણ છે, જે અશ્મિભૂત ઇંધણો પરની નિર્ભરતામાં ઘટાડો કરે છે.
- આ જૈવ ઇંધણ હોવાથી ઇન્ડિઝલને જીએસટી લાગુ પડે છે, જેથી નિયમિત ડિઝલ કરતાં લિટરદીઠ રૂ. 7થી રૂ. 8 સસ્તું પડે છે.
- એમઇઇ ફ્યુઅલ સ્ટેશન સંપૂર્ણપણે ઓટોમેટિક છે અને પ્રી0-લોડેડ નાણાં સાથે મોબાઇલ એપ મારફતે ઇંધણ ભરાવવું શક્ય છે, જેને નોઝલ દ્વારા માન્યતા આપવામાં આવે છે
- એમઇઇ ફ્યુઅલ સ્ટેશન પર ઇંધણની દરેક બુંદ ઓટોમેશનની સુનિશ્ચિત ગુણવત્તા અને માપ સાથે, લોયલ્ટી-ઓફર અને પ્રાથમિક સેવા સાથે તેને આનંદદાયક અનુભવ પ્રદાન આપે છે
ગ્રાહકની સુવિધા વધારવા એમઇઇએ ઇંધણની વિશિષ્ટ તક ઊભી કરી છે, જે અવેઇબલ ઓન ડિમાન્ડ (એઓડી) છે. એઓડી પોતાનાં વપરાશ માટે ઇન્ડિઝલનો નોન-સ્ટોપ પુરવઠો પ્રદાન કરે છે. એઓડી સાથે વ્યવસાયો ઓન-સાઇન ફ્યુઅલ-સ્ટેશન સ્થાપિત કરી શકે છે, જે ઇંધણની 24/7 ઉપલબ્ધતા પ્રદાન કરે છે. આ સોલ્યુશન વિવિધ પ્રકારનાં ઉદ્યોગોમાં ઉપયોગી છે, જેમ કે પરિવહન અને જહાજ, કૃષિ અને પશુચારો, ઉત્પાદન અને ઓટોમોટિવ, નિર્માણ અને ખાણકામ વગેરે.