પાકિસ્તાન : પાકિસ્તાનના મુખ્ય વિરોધ પક્ષોએ આ મહિનાની શરૂઆતમાં ઈમરાન ખાન માટે ઔપચારિક અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.ઈમરાન ખાનને હજુ પણ ગૃહમાં બહુમતીનું સમર્થન છે કે કેમ તે અંગે ચર્ચા કરવા નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે શુક્રવારે વિશેષ સત્ર બોલાવ્યું છે. બંધારણ હેઠળ, સંસદ પાસે ચર્ચા કરવા માટે ત્રણ દિવસનો સમય છે જે પછી સાંસદો મતદાન કરશે. બીજી તરફ PM ઈમરાન ખાને દાવો કર્યો છે કે ૩૪૨ સીટવાળા ગૃહમાં હજુ પણ તેમની પાસે મોટાભાગના સાંસદોનું સમર્થન છે. ઈમરાને સોમવારે ઈસ્લામાબાદની એક હોસ્પિટલમાં એક સભાને સંબોધિત કરી હતી. PM ઈમરાનને કહ્યું, “જ્યારથી હું રાજનીતિમાં જાેડાયો છું ત્યારથી મારું સપનું હતું કે ગરીબોને મફત સુવિધાઓ અને મફત તબીબી સુવિધાઓ મળે.” તેમણે કહ્યું કે તેમની સરકાર લગભગ દરેક ગરીબ પાકિસ્તાની નાગરિકને આ પ્રદાન કરવામાં સફળ રહી છે. તેમણે તેમની સરકારની કામગીરીનો બચાવ કરતા કહ્યું કે તમામ આર્થિક સૂચકાંકો પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં સુધારો દર્શાવે છે. પરંતુ ઈમરાન ખાનની પોતાની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના ઓછામાં ઓછા ૧૩ ધારાસભ્યોએ સંકેત આપ્યો છે કે તેઓ તેમની વિરુદ્ધ મતદાન કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮ની ચૂંટણી બાદ ઈમરાન ખાને સંસદમાં ૧૭૬ વોટ મેળવીને વડાપ્રધાન બન્યા હતા.પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટ ઘેરાયુ છે અને આ વખતે વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં છે. રાજકીય કટોકટી વચ્ચે, વડા પ્રધાન ઇમરાન ખાન સોમવારે તેના સમર્થકો તરફ વળ્યા, ગરીબોની હિમાયત કરી અને દર્દીઓ માટે વધુ સારી હોસ્પિટલોનું વચન આપ્યું કારણ કે તેઓ હાલ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહ્યા છે. ઓગસ્ટ ૨૦૧૮માં સત્તામાં આવ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટ સ્ટારમાંથી ઈસ્લામિક નેતા બનેલા ઈમરાન ખાન માટે આ પડકાર અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર હોઈ શકે છે. વિપક્ષે ઈમરાનને દેશની અર્થવ્યવસ્થાને સુધારવામાં તેમની કથિત નિષ્ફળતાના કારણે પદ છોડવાની માગ કરી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક જીત, PM મોદીની પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. એક્સ પર ડોનાલ્ડ...
Read more