મુન્શી પ્રેમચંદ એટલે ઉપન્યાસ સમ્રાટ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

જ્યારે પણ હિન્દી સાહિત્યની વાત આવે તો સૌથી પહેલા મુન્શી પ્રેમચંદની યાદ આવી જાય છે. પ્રગતિશીલ આંદોલનના શિખર પુરૂષ તરીકે પ્રેમચંદને ગણી શકાય છે. આજે ૩૧મી જુલાઇના દિવસે મહાન સાહિત્યકાર મુન્શી પ્રેમચંદની જન્મજયંતિ છે. પ્રેમચંદ એક સર્વેશ્રેષ્ઠ લેખક હોવાની સાથે સાથે ભવિષ્યટા પણ હતા.લાઇફની મુશ્કેલ વાસ્તવિકતાથી પસાર થતી વેળા ક્યારેય ખાનગી હોસ્પિટલમાં દર્દી તરફ જોવામાં આવે તો મંત્ર નવલકથાના ડોક્ટર ચડ્ડાની ભૂમિકા તમામની સામે તાજી થઇ જાય છે. ક્યારેય દેવામાં ડુબેલા ખેડુતની પોતાની ઝુપડીમાં ગાળેલી રાતોની યાદ તાજી થઇ જાય છે. રોમાન્સ અને કલ્પનાની ઉંચાઇથી ખેંચીને સમાને માનવીય વાસ્તવિકતાથી વાકેફ કરાવવામાં તેમની સૌથી મોટી ભૂમિકા રહેલી છે. તેમની આજે ૧૩૯મી જયંતિ છે.

આ મહાન લેખક કોઇ સમય ગામમાં એક સ્કુલમાં ૧૮ રૂપિયા પગાર પર ભણાવતા હતા. પ્રેમચંદના ઉપન્યાસ  ગોદાન, નિમલા આજે પણ વાસ્તવિકતાની બિલકુલ નજીક નજરે પડે છે. મુન્શીએ પોતાની વાર્તાના કાલ્પનિક સંસારની રચના કરવાના બદલે પોતાના જીવનમાં પણ આવા જ મુલ્યો ઉતાર્યા હતા. જ્યારે તેઓએ બાળ વિધવા શિવરાની દેવી સાથે લગ્ન કર્યા ત્યારે એ જમાનામાં આ સામાજિક  બાબતો સાથે જોડાયેલો મામલો હતો. પ્રેમચંદ માત્ર માત્ર ભારતમાં જ નહીં બલ્કે દુનિયામાં પસંદ કરાતા હતા. પ્રેમચંદની વાર્તામાં પાત્ર સામાન્ય નાગરિક હોય છે. આવી સ્થિતીમાં તેમની રચનામાં સામાન્ય વ્યક્તિની સમસ્યાઓ અને જીવનના ઉતારચઢાવને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. તેમની લોકપ્રિય રચના અંગે વાત કરવામા આવે તો તેમાં મંત્ર, નશા, શતરંજ કે ખિલાડી, પુસ કી રાત, આત્મારામ, બુડી કાકી, બડે ભાઇ સાહબ, બડે ઘરની બેટી, કફન, ઉધાર કી ઘડી, નમકનો સમાવેશ થાય છે. પંચ પુલ, પ્રેમ પુર્ણિમા જુર્માના જેવી પણ તેમની અમર રચના છે.

પ્રેમચંદે આશરે ૩૦૦ વાર્તા લખી હતી. ૧૪ મોટા ઉપન્યાસ લખ્યા હતા. વર્ષ ૧૯૩૫માં તેઓ બિમાર થઇ ગયા હતા. આઠમી ઓક્ટોબર ૧૯૩૬ના દિવસે તેમનુ અવસાન થયુ હતુ. એ વખતે તેમની વય ૫૬ વર્ષની હતી. તેમના દ્વારા લખવામાં આવેલા સાહિત્યના અનુવાદ તમામ ભાષામાં થઇ ચુક્યા છે. જેમાં વિદેશી ભાષા પણ સામેલ છે. મુન્શી પ્રેમચંદે હિન્દી સાહિત્યની જે સેવા કરી છે તે અદ્‌ભુત છે.  મુન્શી પ્રેમચંદને લોકો આજે યાદ કરીને તેમના સાહિત્યમાં યોગદાનની વાત કરી રહ્યા છે. પ્રેમચંદ એકમાત્ર એવા કથાકાર તરીકે રહ્યા છે જેમના પર સૌથી વધારે ફિલ્મોનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. રિશિકેશ મુખર્જી જેવા ફિલ્મ નિર્માતા નિર્દેશક પણ મુન્શીથી પ્રભાવિત થયા વગર રહી શક્યા નથી. તમામ જાણકાર કથાકારો સ્પષ્ટ પણે માને છે કે પ્રેમચંદ જેવા કથાકાર કોઇ થયા નથી અને ભવિષ્યમાં થશે નહીં. જ્યારે પણ તેમના લેખન પર નજર કરવામાં આવે ત્યારે જોઇ શકાય છે કે તમામ વિષય પર તેમની ચાંપતી નજર હતી. સાથે સાથે વિષય અંગે તેમની પાસે પુરતી માહિતી હતી.

જ્યારે જ્યારે તેમના લેખન પર નજર કરી ત્યારે કેટલાક વિષય પર નજર ટકેલી રહી હતી. સાપ્રદાયિકતા, સસ્કૃતિ, સ્વરાજ, વિધવાઓ કા ગુજારા બિલ, સમાજ કે વિભત્સ દ્રશ્ય અને અન્ય કેટલીક બાબતો પણ વધારે ધ્યાન આપવાની ઇચ્છા થઇ જાય છે. એક બાબત જે પ્રેચચંદની તમામને પ્રભાવિત અને પ્રેરિત કરે છે તે એ છે કે અમારા આદર્શ હમેંશા ખુબ ઉચા રહેવા જોઇએ. અમે પહાડના શિખર સુધી પહોંચી શકીશુ નહીં તો કમ સે કમ કમર સુધી તો પહોંચી જ જઇશુ. જે જમીન પર પડેલા લોકો કરતા વધારે યોગ્ય છે. પરંતુ આજની દુનિયામાં આવા આદર્શ ક્યા જોવા મળે છે. સાહિત્યમાં શ્રેષ્ઠતાવાદના નારા બુલન્દ છે. સાહિત્ય અને સાહિત્યકાર કઇ દિશામાં કુચ કરી રહ્યા છે તેના પર નવેસરથી અભ્યાસ અને ચિંતન કરવાની જરૂર છે.

પ્રેચચંદ દશકોથી અપમાનિત અને નિષ્પેક્ષિત ખેડુતોના આવાજ તરીકે રહ્યા છે. પ્રેમચંદની લેખનની તાકાત જ હતી જેના કારણે શરતચન્દ્રે કહ્યુ હતુ કે મુન્શી પ્રેમચંદ ઉપન્યાસ સમ્રાટ છે. પ્રેમચંદના જીવનને એક દર્શન તરીકે જાઇ શકાય છે. પ્રેમચંદ પોતાનામાં એક વિચારધારા,  યુનિવર્સિટી તરીકે હતા. તેમની પટકથા અને લેખન તેમજ નવલકથા આજે પણ એટલી  પ્રભાવિત અને પ્રેરિત કરે છે. તેમની તમામ રચના આજે એટલી સજીવન અને પ્રેરણાસમાન છે જેટલી એ વખતે રહી હતી.

Share This Article