મધ્યપ્રદેશ ટુરીઝમને તેના વેલનેસ રેડિયો કેમ્પેઈન માટે પ્રતિષ્ઠિત e4m ગોલ્ડન માઈક્સ એવોર્ડ 2022 મળ્યો છે. પ્રવાસન અને સંસ્કૃતિના અગ્ર સચિવ અને પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવ શેખર શુક્લાએ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી અને પ્રવાસન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન આપ્યા હતાં. અગ્ર સચિવ શ્રી શુક્લાએ માહિતી આપી હતી કે પ્રવાસનને રેડિયો અભિયાન “ખુશીયાં તેરે પેચે ચલે” માટે ક્રિએટીવ કેટેગરીમાં બ્રોન્ઝ એવોર્ડ મળ્યો છે.
ડેપ્યુટી ડાયરેક્ટર સુશ્રી દીપિકા રાય ચૌધરીએ પર્યટન વિભાગ વતી એવોર્ડ સ્વીકાર્યો હતો. એવોર્ડની 10મી આવૃત્તિ તાજ હોટેલ, મુંબઈ ખાતે યોજાઈ હતી. ગોલ્ડન માઈક એવોર્ડ એ એક્સચેન્જ4મીડિયા ગ્રુપ દ્વારા આપવામાં આવતો પ્રીમિયર રેડિયો જાહેરાત પુરસ્કાર છે. તેને ક્રિએટિવિટી, પ્રમોશન, ઇનોવેશન, બ્રોડકાસ્ટર, પ્રાદેશિક ભાષા રેડિયો સહિતની શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે. વિવિધ કેટેગરીમાં 300 થી વધુ એન્ટ્રીઓ આવી હતી.