Movie Review: બે આત્માઓની ભાવનાત્મક સફરની કહાની એટલે “ઉડન છૂ”

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

Movie Review: ⭐⭐⭐⭐

બે આત્માઓની ભાવનાત્મક સફરની કહાની એટલે “ઉડન છૂ”

નિર્માતા: અનીશ શાહ, રાહુલ બાદલ અને જય શાહ

સ્ટારકાસ્ટ: દેવેન ભોજાણી ,પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલની સ્ટારકાસ્ટમાં રજૂ થનારી ફિલ્મ પ્રેક્ષકોને છેલ્લે સુધી ચોક્કસપણે જકડી રાખશે.

મ્યુઝિક: સિદ્ધાર્થ અમિત ભાવસારનું મ્યુઝિક હંમેશની જેમ તમને રોમેન્ટિક બનાવી દેશે.

દેવેન ભોજાણી “હસમુખ ” તરીકે અને પ્રાચી શાહ પંડ્યા “પાનકોર”  તરીકે – જેમને એક સમયે ગાઢ, ઊંડો પ્રેમ હતો. તેમના માર્ગો અલગ થઈ ગયા, અને સમય જતાં તેમનો પ્રેમ દ્રશ્યમાંથી અદૃશ્ય થઈ ગયો.વર્ષો બાદ જિંદગી  ફરી  એકવાર બંન્ને સાથે લઇ આવે છે અને વર્ષો બાદ તેઓની પ્રેમ કહાની શરુ થાય છે. પ્રેમની આ વાર્તા અત્યાર સુધી આવેલી કોઈપણ મુવી કરતા અલગ છે.     

એકદમ  નવા વિષય સાથે રજૂ થતી આ ફિલ્મ ઉડન છૂ તમારા તણાવને  સો ટકા ઉડન છૂ  કરી દેશે,  દેવેન ભોજાણીના  ડાયલોગ એકદમ ઊંડા અને હૃદયસ્પર્શી છે.  મા -દીકરા અને બાપ- દીકરી વચ્ચેના સંવાદોને બહુ જ માર્મિક રીતે અહીં રજૂ કરવામાં આવ્યા છે. પ્રેક્ષકોને  આ શુદ્ધ અને બિનશરતી પ્રેમની લાગણીઓ ઉજાગર કરતી ફિલ્મ ચોક્ક્સથી પસંદ પડશે .

Share This Article