રાજયમાં અકસ્માત કે આપત્તિના સમયે તાત્કાલિક ધોરણે બચાવ સેવા પૂરી પાડતી ૧૦૮ ઇમરજન્સી સેવા માટે જીવીકે – ઇએમઆરઆઇ સાથેના ઓમઓયૂ વધુ ૧૦ વર્ષ માટે યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયને પરિણામે રાજ્યમાં ૧૦૮ ઇમરજન્સી સેવાઓનો વ્યાપક લાભ વધુ એક દશક માટે પ્રજાજનો-નાગરિકોને મળશે.
પ૩ એમ્બ્યુલન્સ સાથે રાજયમાં ઇમરજન્સી સેવાઓ માટે શરૂઆત કરનારી જીવીકે – ઇએમઆરઆઇ આજે પ૮પ એમ્બ્યુલન્સ સાથે સેવારત છે. આ વર્ષે નવી ૧૧ર એમ્બુલન્સનો તેમાં ઉમેરો થતાં ૬પ૦ની સંખ્યા થશે. અત્યાર સુધીમાં ૮પ લાખ કરતાં વધુ લોકોને કટોકટી વેળાએ સેવા સાથે અકસ્માત કે અન્ય વિપદામાં વિકટ સ્થિતીમાં મૂકાઇ ગયેલા અંદાજે ૭ લાખ માનવજીવ આ સેવાએ બચાવ્યા છે. એટલું જ નહિ ૩૦ લાખથી વધુ મહિલાઓને પ્રસુતિ સંબંધી સેવાઓ ૧૦૮ દ્વારા અપાઇ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જ ગુજરાતમાં સમૂદ્રી વિસ્તારો માટે બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાવી છે. તદઉપરાંત નાગરિકોને આપાતકાલમાં બચાવ-આરોગ્ય સેવા આંગળીના ટેરવે ઓન ફિંગર ટિપ્સ મળી રહે તે માટે ગુજરાતે અભિનવ પહેલ રૂપે ૧૦૮ મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે.
હવે, મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે ૧૦૮ જીવીકે – ઇએમઆરઆઇ સેવાઓનો લાભ આગામી દશક સુધી વ્યાપક સ્વરૂપે મળતો થવાથી માનવજીવન બચાવમાં હોલીસ્ટીક એપ્રોચથી સફળતા મળશે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦૦૭માં તેમના મુખ્યમંત્રી તરીકેના સેવાકાળ દરમ્યાન આ આપાતકાલિન સેવાઓનો ગુજરાતમાં પ્રારંભ કરાવેલો.