ગુજરાતમાં ૭૦ ટકા મોટર ઈન્સ્યોરન્સ બિઝનેસમાં પાંચ શહેરોનું યોગદાન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શું તમે જાણો છો? પોલિસીબાઝાર.કોમના ‘પ્રોડક્ટ એન્ડ ઈનોવેશન’ સેન્ટર દ્વારા ડિજિટલ કાર ઈન્સ્યોરન્સ કસ્ટમર્સના વલણો અંગે વિશ્લેષણાત્મક એવો ઈન્ડસ્ટ્રીના જાહેર કરાયેલા પ્રથમ રિપોર્ટ અનુસાર એવો ખુલાસો થયો છે કે મારૂતિ, હોન્ડા અને હ્યુન્ડાઈ દ્વારા મેન્યુફેક્ચર કરાતી કારોનો ઉપયોગ કરતા ગ્રાહકો દ્વારા રાજ્યમાં મોટર ઈન્સ્યોરર્સ માટે ૬૦ ટકા બિઝનેસ આપવામાં આવે છે. સંશોધનમાં એમ પણ દર્શાવવામાં આવ્યું હતું કે લગભગ ૭૦ ટકા બિઝનેસ મોટર ઈન્સ્યોરર્સ માટે અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને રાજકોટના ગ્રાહકો દ્વારા જ આપવામાં આવે છે.

આ રિપોર્ટ ‘ડ્રાઈવિંગ ધ ડિજિટલ વેઃ ધ વર્લ્ડ ઓફ કાર ઈન્સ્યોરન્સ બાયર્સ’ માં દેશભરના ૩ લાખ ડિજિટલ કન્ઝ્‌યુમર્સના વલણોનું વિશ્લેષણ કરાયા પછી તૈયાર કરાયો છે. જેમાં ભારતમાં કઈ રીતે કાર ઈન્સ્યોરન્સ પ્રિમિયમની કિંમત નક્કી થાય છે તેના પર લક્ષ આપીને સુમાહિતગાર ચર્ચા શરૂ કરવામાં આવી હતી.

આ રિપોર્ટમાં ભૌગૌલિક સ્થિતિ, કારની બ્રાન્ડ, એનસીબી (નો ક્લેઈમ બોનસ)ની રકમ, ઈંધણનો પ્રકાર, કારનો પ્રકાર અને અને વાહનનું આયુષ્ય જેવા માપદંડોના આધારે ડિજિટલ કાર ઈન્સ્યોરન્સ કસ્ટમર્સના વલણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જો કે તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે આ રિપોર્ટમાં કેટલાક નુકસાનના પ્રમાણપ્રત્યેના ગ્રાહકોના ડિજિટલ વલણોનો સહસંબંધ પણ દર્શાવવામાં આવ્યો છે, જેમાં ઈન્સ્યોરન્સની અંતિમ તારીખ અગાઉના દિવસોમાં ગ્રાહક દ્વારા ઈન્સ્યોરન્સ રિન્યુ કરવામાં આવે તેમજ પોલિસી ખરીદવા માટે તેમને જોઈતી મદદ વિશેની માહિતી પણ સામેલ કરી લેવામાં આવી છે.

આ રિસર્ચમાં એમ પણ દર્શાવાયું છે કે અમદાવાદ, સુરત અને વડોદરામાં ૭૦ ટકા લોસ રેશિયો (એલઆર) જોવા મળે છે જે ૭૬ ટકા ઈન્ડસ્ટ્રી રેશિયોથી ઓછો છે. એલઆરનો અર્થ કુલ દાવો પ્રાપ્ત કરવા સામે ગ્રાહક દ્વારા ઈન્સ્યોરન્સ માટે ચૂકવાયેલી કુલ રકમ એવો થાય છે.

પોલિસીબાઝાર.કોમના ડિરેક્ટર તરૂણ માથુરે કહ્યું હતું, ‘ભારતમા કાર ઈન્સ્યોરન્સ નીતિઓ વાહનો અને ભૌગૌલિક સ્થિતિના આધારે કિંમતો નક્કી કરે છે, ડ્રાઈવર્સના આધારે નહીં. જેના પરિણામે સારા અને ખરાબ બંને ડ્રાઈવર્સ માટે એકસરખી જ કિંમત રહે છે. ૩ લાખ પોલિસીબાઝાર.કોમના ગ્રાહકો કે જેમણે અમારી પાસેથી કાર ઈન્સ્યોરન્સ ખરીદ્યો છે, તેમના વલણનો અભ્યાસ કર્યા પછી અમે તેમના દાવાઓની પેટર્ન અને ભવિષ્યમાં થઈ શકનારા દાવાઓની સંભાવનાઓનુ વિશ્લેષણ કરવા સક્ષમ બન્યા હતા. આ રિપોર્ટમાં ગ્રાહકોના ડિજિટલ ખરીદીના વલણો અને દાવાઓ વચ્ચેના સંબંધ અંગે પણ છણાવટ કરવામાં આવી છે.’

તેમણે વધુમાં કહ્યું હતું, ‘કંપની તરીકે, અમે ગ્રાહકો માટે મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્‌સ લાવવામાં અને તૈયાર કરવામાં અમારા તમામ પાર્ટનર્સ માટે વ્યૂહાત્મક ભૂમિકા નિભાવીએ છીએ. રિપોર્ટના મહત્ત્વના સંદર્ભો અમારા તમામ પાર્ટનર્સને નફાકારક અને સાતત્યપૂર્ણ બિઝનેસ માટે મદદ કરશે જે સંદર્ભો ગ્રાહકોના સેગમેન્ટ પ્રમાણેના પ્રોફાઈલ્સ તેમના ખરીદી અંગેના વલણોના આધારે નક્કી કર્યા પછી તૈયાર કરાયા છે.’

પોલિસીબાઝાર.કોમના પ્રોડક્ટ એન્ડ ઈનોવેશન સેન્ટરના હેડ વૈદ્યનાથન રામાણીએ કહ્યું હતું, ‘વિકસિત માર્કેટ્‌સમાં કાર ઈન્સ્યોરન્સ ગ્રાહકો અનેક વ્યક્તિગત લાક્ષણિકતાઓના આધારે તેની કિંમત ચૂકવે છે, કારની વિગતોનાં આધારે નહીં. ભારતમાં હાલનું પ્રાઈસીંગ મોડેલ ચેનલ અને કોસ્ટ કન્સીડરેશનનું પરિણામ છે. અમારા મતે આ રિપોર્ટ અને અમારૂ સહયોગી કાર્ય માર્કેટસને પર્સનલાઈઝ્‌ડ પ્રાઈસીંગ તરફ આગળ વધવામાં મદદ કરી શકશે.’

લાંબા ગાળે, આ રિપોર્ટનો હેતુ મોટર ઈન્સ્યોરન્સ કંપનીઓ ભારતમાં વ્યક્તિગત માર્કેટ ડાયનેમિક્સને સમજે એવો છે, જે પ્રોડક્ટ ઓફરિંગ્સમાં સુધારો કરશે.

Share This Article