મલ્હારની નવી ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે નવી નવી ફિલ્મોનું શૂટિંગ થઇ રહ્યું છે. મલ્હાર ઠાકરની નવી ફિલ્મ ‘શરતો લાગૂ‘નું મોશન પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. જેમાં મલ્હાર અને દીક્ષા જોષી કામ કરી રહ્યાં છે. આ ફિલ્મના મોશન પોસ્ટરમાં મલ્હાર અને દીક્ષા એકબીજાની સામે જોઇ રહ્યાં છે અને તેમના હાથ ટેબલ પર છે. એકબીજાની આંખોમાં ખોવાઇ ગયેલા પ્રેમી પંખીડા જેવા ભાસી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, મલ્હાર ઠાકર ગુજરાતી નાટકો દ્વારા આગળ આવેલા અભિનેતા છે. ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકરે છેલ્લો દિવસ પછી પાછુ વળીને જોયુ નથી. વીકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવનાર મલ્હાર હાલમાં શરતો લાગૂ કરીને એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

મલ્હાર ઠાકરે છેલ્લો દિવસ, થઇ જશે, મિજાજ, કેરી ઓન કેસર અને લવની ભવાઇ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા  છે. મલ્હારની છેલ્લી ફિલ્મ લવની ભવાઇના પાત્ર સાગર દ્વારા તે દરેક લોકોના હ્યદયમાં સ્થાન પામી ગયા છે. આરોહી પટેલ સાથે તેમની જોડી ખુબ સુંદર લાગી રહી હતી.

બીજી તરફ દીક્ષા જોષીએ કરસનદાસ પે એન્ડ યુઝમાં પોતાના અભિનયથી દરેકના મન મોહી લીધા હતા. મલ્હાર અને દીક્ષાની આ ફિલ્મ શરતો લાગૂ ઓગસ્ટમાં રિલીઝ થશે.

Share This Article