જીવ સટોસટનો ખેલ, દરિયાકિનારે બેઠી હતી માં-દીકરી, અચાનક આવ્યું મોટું મોજું, અને…

Rudra
By Rudra 2 Min Read

કહેવાય છે કે, દરિયા નજીક જતા પહેલા તેના સ્વભાવને જાણવો ખૂબ જ જરૂરી છે. નહિતર એક નાનકડી ભૂલ મોટી દુર્ઘટનાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા પોતાની દીકરી સાથે સમુદ્ર કિનારે બેઠી છે. ત્યારે જ અચાનક એક મોટું મોજુ આવે છે, જે બંનેનું બલેન્સ બગડી જાય છે અને તે દરિયામાં પડી જાય છે. શરૂઆતમાં આ દ્રશ્ય રમૂજી લાગે છે અને તેઓ હસતી જોવા મળે છે. પરંતુ મોજો એટલા શક્તિ શાળી હોય છે કે તે કિનારે હોવા છતાં પોતાને સંભાળી શકતી નથી.

A post shared by ELOVLY (@infoelovly)

“>વીડિયો જોવા અહીં ક્લિક કરો.

બંને પોતાની તાકાત લગાવીને મોજાથી બચાવનો પ્રયત્ન કરે છે, પરંતુ દરિયાના મોજા વારંવારે તેને ખેંચી લે છે. વીડિયોમાં ઘણીવાર એવું લાગે છે કે તે કદાચ બહાર નીકળવામાં સફળ થઈ જશે. આખરે બે લોકો દરિયાકિનારે ઊભા રહે છે અને બંને માં દિકરી નજીક આવતા જ બંનેને બચાવી લે છે.

1.5 મિનિટના આ ભયંકર વીડિયોને અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુવાર જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર સતત કોમેન્ટ કરી રહ્યાં છે, કોઈ કઈ રહ્યું છે, મોજા ખેંચી ગયા અને બહાર પણ છોડી ગયા. તો કોઈએ લખ્યું, આટલા મોટા મોજાઓ વચ્ચે દરિયાકિનારે બેસવું ખતરનાક છે.

Share This Article