વર્ષ 2018 મ્યુઝિક સ્ટ્રીમિંગ ઉદ્યોગ માટે વધુ એક અસાધારણ વર્ષ બની રહ્યું છે. બજેટને અનુરૂપ સ્માર્ટ્ફોન્સની ઉપલબ્ધતા, પરવડે તેવા ઊંચા ડેટા પ્લાન્સ અને 4જી નેટવર્કના વિસ્તરણની સાથે સંગીત સાંભળવા માટે સ્માર્ટફોન્સ અને મ્યુઝિક એપ્સ પસંદગીનું માધ્યમ બનવા લાગ્યા છે, કારણ કે તે વપરાશકારને વ્યક્તિગત પસંદગીની સાનુકૂળતા પૂરી પાડે છે.
વિન્ક મ્યુઝિક પર આજે માસિક 1.5 અબજથી વધુ ગીતો સ્ટ્રીમ્સ થાય છે અને નવા સ્માર્ટફોનના વપરાશકારો નાના શહેરો અને ગામડાઓમાંથી હોવાથી અને તેઓ તેમની માતૃભાષામાં કન્ટેન્ટ શોધતા હોવાથી પ્રાદેશિક સંગીતના વપરાશમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2019માં આ ટ્રેન્ડ વધુ લોકપ્રિય થઈ રહ્યો હોવાનું અને સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર સંગીતનો વપરાશ નિર્ણાયક રીતે બદલાઈ રહ્યો હોવાનું અમે જોઈ રહ્યા છીએ. ઉપરાંત આ મંચ પ્રાદેશિક ગીતો અને નાના કલાકારોને પ્રેક્ષકોના વ્યાપક વર્ગ દ્વારા શોધવામાં આવે તેવી તક પૂરી પાડે છે અને તેને પગલે પ્રાદેશિક ગીતો બનવામાં તેજી આવી છે.
વિન્કે વર્ષ 2018માં સૌથી વધુ સ્ટ્રીમ થયેલા 10 ગુજરાતી ગીતોની યાદી જાહેર કરી છે. સ્ટ્રીમિંગ ટ્રેન્ડ્સ ગુજરાતમાં લાખો વપરાશકારોની બિનભેદભાવપૂર્ણ અને વાસ્તવિક પસંદગીનો પડઘો પાડે છે.
વર્ષ 2014માં ઓટીટી એપ તરીકે લોન્ચ થયેલી વિન્ક મ્યુઝિક દેશમાં સક્રિય વપરાશકારોની સૌથી વધુ સંખ્યા ધરાવતી ભારતની અગ્રણી મ્યુઝિક એપ તરીકે ઊભરી આવી છે. દેશમાં સ્માર્ટફોન્સ અને હાઈ સ્પીડ ડેટા નેટવર્કની અસાધારણ વૃદ્ધિને પગલે વિન્ક મ્યુઝિકે તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે 10 કરોડથી વધુના ઈન્સ્ટોલેશન્સનો આંક વટાવ્યો છે. એરટેલની મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ વિન્ક મ્યુઝિકે તાજેતરમાં ગૂગલ પ્લે સ્ટોર પર ‘2018ની મોસ્ટ એન્ટરટેઈનિંગ એપ’ તરીકેનું રેટિંગ મેળવ્યું છે.
વિન્ક મ્યુઝિકે વપરાશકારોને અસાધારણ વૈવિધ્યસભર અને મનોરંજનનો સર્વોચ્ચ અનુભવ પૂરો પાડવા માટે હંગામા, યુનિવર્સલ મ્યુઝિક, સોની મ્યુઝિક, સારેગામા, ઝી મ્યુઝીક, આદિત્ય મ્યુઝિક, યુનિસીસ, વીનસ, પીડીએલ સહિતની બધી જ રેકોર્ડિંગ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.
મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ માત્ર અંગ્રેજી સંગીત સાંભળનારા જ પસંદ કરતા હોય છે તેવી માન્યતાથી વિપરિત પ્રાદેશિક અંગ્રેજી વિનાના સંગીતનો વપરાશ 100% વધ્યો છે.
ભારતી એરટેલ લિ.ના કન્ટેન્ટ અને એપ્સના સીઈઓ સમીર બત્રાના જણાવ્યા મુજબ,
‘ઓનલાઈન પર મોટાભાગના નવા યુઝર્સ નાના શહેરો અને ગામડાઓમાંથી આવી રહ્યા હોવાથી અમે અમારી લાઈબ્રેરીમાં પ્રાદેશિક ગીતોનો સમાવેશ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. વિન્ક પર પ્રાદેશિક ગીતોના સ્ટ્રીમિંગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોવાનું અમે જોઈ રહ્યા છીએ અને અમારું માનવું છે કે આ ટ્રેન્ડ આગામી વર્ષોમાં હજુ વધી શકે છે. આ બજાર અંગે એરટેલની ઊંડી સમજ ધરાવીએ છીએ અને ગ્રાહકોએ અમને આ વપરાશકારોને અસાધારણ અનુભવ પૂરો પાડવા માટે સક્ષમ બનાવ્યા છે.’
ડીપ ક્યુરેશન અને કન્ટેન્ટ પાર્ટનર્સ તથા કલાકારો સાથે જોડાણ સારી રીતે કામ કરી રહ્યું છે. આથી વપરાશકારોને તેમની પસંદગીનું સંગીત શોધવામાં મદદ મળે છે અને તેઓ પ્લેટફોર્મ પર વારંવાર સંગીત સાંભળવા પ્રેરિત થાય છે.
વર્ષ 2018માં વિન્ક પર સૌથી વધુ સ્ટ્રીમ થયેલા ગુજરાતી ગીતો | ||
ગીતનું નામ | આલ્બમ | કલાકાર |
રાધાને શ્યામ મળી જશે | રાધાને શ્યામ મળી જશે | સચીન સંઘવી /શ્રૃતિ પાઠક |
પંખી રે | શરતો લાગુ | સિદ્ધાર્થ ભાવસાર /આદિત્ય ગઢવી /યશિતા શર્મા |
હે ને ભાઈ | લાંબો રસ્તો | ભૌમિક શાહ /પ્રિશા રાછ |
મન મેળો | શરતો લાગુ | સિદ્ધાર્થ ભાવસાર / જસલીન રોયલ |
લે કચૂકો | લે કચૂકો | રાકેશ બારોટ |
બોલવાના પૈસા નથી | બોલવાના પૈસા નથી | રાકેશ બારોટ |
મોહબ્બત ખપે | મોહબ્બત ખપે | વિજય સુવાડા |
પંખીડા | પંખીડા ઓ પંખીડા | રાજેશ મિશ્રા |
નોખો અનોખો | ઓક્સીજન | જોનિતા ગાંધી / પાર્થિવ ગોહિલ |
ઉડુ આજે | રતનપુર | સુનિધિ ચોહાણ |