મુન્દ્રા : અદાણી ગ્રૂપના કર્મચારીઓએ સ્કૂલોનો અભાવજાતાં, તાજેતરમાં મુન્દ્રા, કચ્છમાં સ્થળાંતરિત મજૂરોના લગભગ ૭૦૪ બાળકોના શિક્ષણ માટે તેમના વ્યક્તિગત ભંડોળ આપ્યું હતું. કચ્છમાં મુન્દ્રામાં નિયમિત સમુદાયની ગતિવિધિની કવાયત દરમિયાન સમસ્યાને ઓળખી કાઢવામાં આવી હતી. હિન્દી ભાષી સ્થળાંતરિત મજૂરોનાં બાળકો હાજર સ્થાનિક શાળાઓમાં હાજરી આપી શકતા ન હતા, કારણ કે તેમની પાસે હાજર રહેવા અને ઘરે રહેવા માટે નાણાંકીય સુવિધા ન હતી.
તેમની સમસ્યાઓમાં ઊંડાણપૂર્વક પૂછપરછ સાથે, અદાણી કર્મચારીઓના સ્વયંસેવક જૂથ તેમના પોતાના ભંડોળમાંથી આવશ્યક સહાય પૂરી પાડવા માટે કટિબધ્ધ થયેલ હતા. તેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકો, શીખવાની સામગ્રી, વિદ્યાર્થી કિટ્સ, અંદાજિત ઓવરહેડ્સ અને ઓપરેશનલ ખર્ચને સુયોજિત કરવા માટે એક યોગ્ય વિગતવાર યોજના કરવામાં આવી હતી. આ હેતુ સમાજને આરોગ્યપ્રદ વિકાસના વાતાવરણ પુરું પાડી તે દ્વારા વિકાસ માટેના તત્વજ્ઞાને આગળ વધારવાનો હતો. નિઃસ્વાર્થ વલણ અને અકલ્પનિય પ્રેરણા, અદાણી ગ્રૂપના આ ટ્રેઇલબ્લાઝરના નેતૃત્વ દ્વારા એટલું મહાન કાસ્ગ કર્યું કે જે માનવતાનાં દર્શન કરાવે છે.
કર્મચારીઓની આ મહાન પહેલ પર ટિપ્પણી કરતાં, અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ, પ્રિતિ અદાણીએ જણાવ્યું હતું કે, “એક વ્યક્તિ માટે તેમના સમુદાયની બહાર જીવન સુધારવા માટે ઘણીબધી કટીબીધ્ધતા અને વલણ લે છે. એ વાત કહેતાં મને ગર્વ થાય છે કે અમારા કર્મચારીઓનું એક જૂથ આગળ વધ્યું છે અને તેમણે આ કાર્ય સાધ્ય કરેલ છે. અદાણી ગ્રુપની વૃદ્ધિની સંસ્કૃતિને ગુડનેસથી આગળ લઈને, અમારા કર્મચારીઓએ પ્રશંસાપાત્ર સામાજિક જવાબદારી દર્શાવી છે. અમે આશા રાખીએ છીએ કે આ બાળકો સીમા વિના સ્વપ્ન જોઈ શકશે અને રાષ્ટ્રના વિકાસમાં તેમની ભૂમિકા ભજવશે અને આ આગામી પેઢીને પણ પોષણ આપશે. ”
આ વિચાર એક જ માસના ગાળામા અમલમાં આવેલ હતો અને હાલમાં બાળકોને તેમની પોતાની શાળામાં અભ્યાસ કરતા જાઈ શકાય છે. અદાણી જૂથની કર્મચારી સ્વયંસેવક યોજના હેઠળ તેમને પોષક ભોજન, ગણવેશ અને શાળાના પુસ્તકો માટે મદદ કરવામાં આવી છે. બાળકો માટે વિશેષ સ્માર્ટ ઇ-ર્લનિંગ વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. એક આદર્શ શિક્ષણ પર્યાવરણ પૂરું પાડવા માટે શાળાના માળખાને અપગ્રેડ કરવામાં આવે છે. આ ઉપરાંત, અદાણી પોટ્ર્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. દ્વારા પૂરી પાડવામાં આવતી સ્કૂલ બસો બાળકોને તેમના ઘર અને શાળા વચ્ચે અવર-જવર કરાવશે.
સમાજની સુધારણાની કરવા માટે અદાણી ફાઉન્ડેશન મજબૂત બળ છે. અદાણી ગ્રૂપ તેની સિસ્ટમ અને કર્મચારીઓ દ્વારા “ભલાઈ સાથે વિકાસ” ની કિંમતોને વેગ આપી રહી છે. કર્મચારીઓને સમાજના ઓછા કમનસીબો માટે ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી કરીને તેઓ તેમના વિકાસ માટે પ્રેરણા આપી શકે.
અદાણી ગ્રૂપ મુન્દ્રામાં અને આસપાસના વિસ્તારોના સામાજિક અને આર્થિક વિકાસમાં વ્યાપકપણે સંકળાયેલું છે. અદાણી ફાઉન્ડેશનએ સરકારી શાળાઓમાં ઉત્થાન પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ કાર્યક્રમો શિક્ષણના ચાર સ્તંભોને એકીકૃત રીતે જોડે છેઃ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઉત્થાનનો રચનાત્મક અભિગમ વલ્લભવિદ્યાલયની લાઇબ્રેરીમાં સમૃદ્ધિ, સ્માર્ટ ક્લાસની રજૂઆત વગેરેને પ્રભાવિત કરશે. અદાણી ઇવીપી સંદર્ભિત છે અને કર્મચારીઓએ શિક્ષણમાં ભાગ લીધો છે, આંગણવાડીઓ સુધારવા, રાષ્ટ્રીય સ્વાહાર મિશન અને રક્તદાનને પ્રોત્સાહન આપ્યું છે.આ પ્રવાસ ચાલુ રહે છે.