કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી, આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.
ઢાકા: બાંગ્લાદેશની સરકારના હિન્દુ લઘુમતીની સુરક્ષાના તમામ વચનોની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના એક મંદિરને ગુરુવારે કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. મળતી માહિતી મુજબ હાજી શફીઉલ્લાહના નેતૃત્વમાં ૨૦૦થી વધુ લોકોએ ગઈ કાલે સાંજે લગભગ ૭ વાગે ઢાકાના વારીમાં ૨૨૨ લાલ મોહન સાહા સ્ટ્રીટ પર ઈસ્કોન રાધાકાંત મંદિર પર હુમલો કર્યો. તોડફોડ કરી અને લૂટફાટ કરી. આ હુમલામાં અનેક હિન્દુઓ ઘાયલ થયાના સમાચાર છે. બાંગ્લાદેશના હિન્દુ મંદિરો પર હુમલાની આ પહેલી ઘટના નથી. ગત વર્ષે જ નવરાત્રિ સમયે કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરાયા હતા. આ દરમિયાન અનેક મંદિરો પર પણ હુમલા થયા હતા. આ હિંસામાં ૨ હિન્દુઓ સહિત ૭ લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકા સ્થિત ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો.