દાળની કિંમત ૧૦૦ રૂપિયાથી વધારે …

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : છેલ્લા કેટલાક મહિનાના ગાળામાં દાળની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. દાળની કિંમતમાં સતત વધારો થવાના કારણે આવનાર દિવસોમાં લોકોની હાલત વધારે ખરાબ થઇ શકે છે. ૮૦ રૂપિયા સુધી વેચાનાર દાળની કિંમત હવે ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. કિંમતો પર અંકુશ મેળવી લેવા માટે બફર સ્ટોકથી જુનમાં બે લાખ ટન અડદ દાળનો જથ્થો ઉપાડી લેવામાં આવ્યો છે. દેશમાં ખેડુતોને લાભ મળે તે દિશામાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

આયાતમાં રેકોર્ડ ઘટાડો કરવામાં આવ્યા બાદ આવનાર દિવસોમાં સ્થિતી હળવી  બની શકે છે. લોકોને ફાયદો થશે. ખાસ કરીને ખેડુતોને ફાયદો થનાર છે. નુકસાનમાં ચાલી રહેલા ખેડુતોને હવે ઉત્પાદનમાં વધારો કરી દેવાની જરૂર દેખાઇ રહી છે. દાળ ભારતીય લોકોના પસંદગીના ભોજનમાં રહે છે. સરકાર કિંમતોને અંકુશમાં રાખવા માટે બનતા તમામ પ્રયાસો કરવા માટે કટિબદ્ધ છે.

Share This Article