શિકાગો : તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોકાવનારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધારે પડતી ઉંઘ પણ ખતરનાક સાબિત થઈ શકે છે. વધારે પડતી ઉંઘથી હાર્ટ સાથે સંબંધિત તકલીફ સર્જી શકે છે. ઉંઘના સંબંધમાં વારંવાર અભ્યાસ થતા રહ્યા છે. હવે ભારતીય મુળના વૈજ્ઞાનિકે ઘટસ્ફોટ કર્યો છે કે વધાર પડતી ઉંઘ અને ખૂબ ઓછી ઉંઘ બંને હાર્ટની સમસ્યા તરફ દોડી શકે છે. શિકાગો મેડિકલ સ્કૂલમાં મેડિશિનના પ્રોફેશર અને કાર્ડિઓલોજીના ચેરમેન રોહિત આર.અરોડાએ કહ્યું છે કે તેઓ અને તેમની ટીમ છેલ્લા કેટલાક સમયથી વધારે પડતી અને ઓછી ઉંઘને લઇને અભ્યાસ કરી રહી હતી.
હવે એવું જાણવા મળ્યું છે કે રાત્રીગાળા દરમિયાન ૬ કલાકથી ઓછી ઉંઘ લેનાર વ્યક્તિમાં સ્ટ્રોક, હાર્ટ અટેક અને કન્જેસેટિવ હાર્ટ ફેલિયોર થવાના ખતરા રહે છે. આવી જ રીતે રાત્રી ગાળા દરમિયાન આઠ કલાકથી વધુ ઉંઘ લેનાર વ્યક્તિમાં પણ હાર્ટની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને છાતીમાં દુખાવા અને કોરોનરી આર્ટેરી રોગ થઇ શકે છે. લોહીના પુરવઠા અને ઓક્સિજનને હાર્ટ સુધી પહોંચારનાર ધમનીઓમાં તકલીફ ઉભી થઇ શકે છે. આ અભ્યાસના તારણો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સંશોધકોએ નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન એક્ઝામિનેશન સર્વેમાં ભાગ લેનાર ૪૫ વર્ષની વયના ઉપરના ૩૦૧૯ દર્દીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની તારણો આપવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઓછી ઉંઘ લેનાર લોકોમાં સ્ટ્રોક અને હાર્ટઅટેકની સંભાવના રહે છે. બેગણી વધુ સંભાવના રહેલી છે. આ ઉપરાંત કન્જેસ્ટીવ હાર્ટ ફેલિઓરની સંભાવના ૧.૬ ઘણી વધારે રહી છે. આવી જ રાત્રી ગાળા દરમિયાન આઠ કલાકથી વધારે ઉંઘ લેનારમાં કોરોનરી રોગની સંભાવના વધારે રહેલી છે. આ અભ્યાસના તારણોના આધાર ઉપર કહી શકાય છે કે છ થી આઠ કલાકની ઉંઘ પણ આદર્શ નથી.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		