ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (Gift City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીના હબ તરીકે ઉભરી રહ્યું છે. અહી ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ તથા આર્થિક પ્રવૃતિઓમાં વધારો થાય તે હેતુથી ગીફટ સીટી વિસ્તારમાં આપયેલ *વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટીમાં જરૂરી ફેરફાર કરવામાં આવેલ છે.
“વાઇન ઍન્ડ ડાઇન ફેસિલીટી” અંતર્ગત ગીફટ સીટીમાં રહેલ ઔદ્યોગિક એકમોની મુલાકાત અર્થે બહારથી આવતા વિઝીટરોને સરળતાથી ટેમ્પરરી પરમીટ મળે રહે તે હેતુ ફેરફાર કરવામાં આવેલ છે. આ હેતુથી ગીફ્ટ સીટીમાં ઓદ્યોગિક હેતુથી આવતા વીઝીટર્સ વાઈન ઍન્ડ ડાઇન તેમજ હોટલ/રેસ્ટોરન્ટ ના અન્ય કોઇ પણ પ્રિમાઇસીસ જેમકે રેસ્ટોરેન્ટ, લોન એરીયા, પુલ સાઇડ, ટેરેસ વગેરેમાં ઉપયોગ કરી શકશે. ગીફ્ટ સીટીમાં મુલાકાત અર્થે આવતા અન્ય દેશના કે રાજ્યના મુલાકાતીઓ સરળતાથી વાઇન ઍન્ડ ડાઇન ફેસિલીટીનો ઉપયોગ કરી શકે તે માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના હેતુસર ફેરફાર કરવામાં આવેલ છે.
ગીફ્ટ સીટીમાં યોજાતા આંતરાષ્ટ્રીય/રાષ્ટ્રીય લેવલના કોન્વેશન, કોન્ફરન્સ, બિઝનેશ મિટીંગો જેવી ઇવેન્ટો અંતર્ગત ગૃપ પરમીટ સરળતાથી ઇસ્યુ કરી શકાય તે હેતુથી ઓથોરાઇઝડ ઓફીસર(ગીફ્ટ એમ.ડી.)ને ઇસ્યુ કરવાની સત્તા આપવામાં આવેલ છે. લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ હોલ્ડર/એક્સટર્નલ પર્સનની મિનિમમ ઉંમર ૨૧ વર્ષ રાખવામા આવેલ છે.
ગુજરાતના પ્રવર્તમાન કાયદા કે નશાબંધી નિતીમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામા આવેલ નથી. ગીફ્ટ સીટીના વાઇન અને ડાઇન પોલીસીમાં ફક્ત ગીફ્ટ સીટીમા કામ કરતા અધિકારી/કર્મચારી તેમજ ઓદ્યોગિક હેતુસર ગીફ્ટ સીટીમા વીઝીટ કરતા અન્ય દેશના તથા અન્ય રાજ્યોના મુલાકાતીઓ સરળતાથી વાઇન અને ડાઇન ફેસીલીટીનો ઉપયોગ કરી શકે તે માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે વાઇન અને ડાઇન પોલીસીમા આ ફેરફાર કરવામા આવેલ છે. આ ફેરફાર ગુજરાત રાજ્યના નાગરિકોને લાગુ પડતો નથી.
