અમેરિકામાં તાજેતરમાં કરવામાં આવેલા નવા ચોંકાવનારા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કેલ્સિયમના ઘટકતત્વોનો વધારે ઉપયોગ ખતરનાક છે. આના કારણે હાર્ટ અટેકથી મોતનો ખતરો વધી જાય છે. નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પુરૂષો કેલ્સિયમનો ઉપયોગ કરે છે તે પુરૂષોમાં હાર્ટ અટેકથી મોતનો રતરો વધી જાય છે. સામાન્ય રીતે પુરૂષો અને મહિલાઓ હાડકાઓને થતા નુકસાનને ટાળવા અને હાડકા મજબુત બને તે માટે કેલ્સિયમના ઘટક તત્વોનો ઉપયોગ કરે છે. પરંતુ આ બાબત ખતરનાક છે.
કેલ્સિયમ હિસ્સાને લઇને કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્ટ અટેકથી મોતનો ખતરો વધી જાય છે. મહિલાઓમાં હાર્ટ અટેકનો ખતરો નથી. નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યુટમાં તબીબો દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવા કરવામાં છે. અભ્યાસના નવા તારણો પર પહોંચવા માટે ખુબ ઉંડી ચકાસણી કેલ્સિયમ અંગે કરવામાં આવી હતી. અભ્યાસના ભાગરૂપે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ-એએઆરપી ડાઇટ અને હેલ્થના મોટી સંખ્યામાં લોકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ૩૮૮૨૨૯ પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૯૫ અને વર્ષ ૧૯૯૬ વચ્ચેના ગાળામાં છ રાજ્યો અને બે મેટ્રો પોલિટનના લોકોને અભ્યાસના ભાગરૂપે આવરી લેવામાં આવ્યા હતા.
લાંબા સમય બાદ તેમના આંકડાની ચકાસણી કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું કે કેલ્સિયમનો ઉપયોગ પુરૂષો માટે યોગ્ય નથી. તે હાર્ટ અટેકના ખતરાને વધારી દે છે. વ્યાપક અભ્યાસના અંતે તબીબો અને નિષ્ણાંતો એવના તારણ પર પહોંચ્યા હતા કે ડાઇટમાં રહેતા કેલ્સિયમના તત્વો નહી બલ્કે વધારે કેલ્સિયમના ઉપયોગથી પુરૂષોમાં સીવીડી મોતનો ખતરો વધારી દે છે. થોડાક વર્ષો સુધી અભ્યાસમાં ભાગ લેનાર લોકો પર નજર રાખવામાં આવી હતી. અભ્યાસના તારણો જેએએમએ નેટવર્ક પબ્લિકેશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અભ્યાસના તારણોમાં વધુ સંશોદનની કામગારી હવે હાથ ધરવામાં આવી છે.