તાજેતરમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. આ વિનાશકારી વરસાદને કારણે અનેક લોકોના મોત નિપજયા છે અને જાનમાલની ભારે ખુવારી થઇ છે. પંજાબ પ્રાંતમાં પણ અતિવૃષ્ટિને કારણે પ્રાપ્ત માહિતી અનુસાર ૩૦ લોકોનાં મોત નિપજયા છે અને ૧૩૦૦થી વધુ મકાનોને નુકશાન થયું છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને પંજાબ પ્રાંતમાં થયેલ નુકસાન સંદર્ભે માવનવતા દાખવી રુપિયા ૫,૦૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે.
જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રણ વ્યક્તિના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
પાલિતાણાના મોટી રાજસથળી ગામે તળાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત થયું છે. પોરબંદર નજીકના દરિયામાં ડૂબી જતાં ચાર માછીમારોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી વરુણ મોદી દવારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.