નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મોનસુનની સ્થિતિ રહી હોવા છતાં દેશના ૨૫૧થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળનું સંકટ તોળાઈ રહ્યું છે. ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર, ગુજરાત અને તમિળનાડુ સહિત ૧૧થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૫૦ ટકાથી વધુ જિલ્લાઓમાં મોટાપાયેચ ઓછા વરસાદની સ્થિતિ તોળાઈ રહી છે. જા એકંદરે રાષ્ટ્રવ્યાપી વરસાદ સપ્ટેમ્બરના ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે એક ટકાથી ઓછો રહ્યો છે. સદીમાં છઠ્ઠી મોનસુન સિઝન નિરાશાજનક દેખાઈ રહી છે. કર્ણાટકમાં પહેલાથી જ૩૦ જિલ્લાઓ પૈકીના ૨૩ જિલ્લાઓને ઓછા વરસાદના લીધે દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે.
આંધ્રપ્રદેશે છ જિલ્લાઓમાં ૨૭૪ બ્લોકને તીવ્ર દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. બીજી બાજુ બાડમેર અને જેસલમેર જિલ્લામાં સામાન્ય કરતા ૬૦ ટકાથી ઓછો વરસાદ થયો છે. પશ્ચિમી રાજસ્થાનમાં પણ હાલત કફોડી બની ગઈ છે. એક દશક બાદ પણ સુસ્ક સ્થિતિ સર્જાયેલી છે. મરાઠવાડા અને વિદર્ભ જે મહારાષ્ટ્રના ખુબ મહત્વપૂર્ણ વિસ્તારો છે ત્યાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ને પૂર્ણ થવા આડે ગણતરીના ત્રણ દિવસ રહ્યા છે ત્યારે નોર્મલ મોનસુનની સ્થિતિ દેખાઈ રહી છે. હાલમાં ચાલી રહેલા દક્ષિણ પશ્ચિમ મોનસુનની સત્તાવાર વિદાય આડે ત્રણ દિવસનો ગાળો રહ્યો છે.
દેશમાં વરસાદી સિઝન પહેલી જૂન ૨૦૧૮ના દિવસે મોનસુનની શરૂઆત થયા બાદથી ૧૧૭ દિવસ સુધી રહી છે જેમાં લોંગ ટર્મ એવરેજના માઇનસ નવ ટકા વરસાદ રહ્યો છે. આઈએંમડી દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થયો છે. ૧૯મી સપ્ટેમ્બર સુધી આ આંકડો માઇનસ ૧૦ ટકાનો રહ્યો હતો. દક્ષિણ પશ્ચિમ મોનસુન ભારતમાં વાર્ષિક વરસાદના ૭૦ ટકાની આસપાસ છે અને કૃષિ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. આઈએમડી દ્વારા જુદા જુદા વર્ગમાં મોનસુની વ રસાદને વિભાજિત કરે છે. ઓછા વરસાદને અછત તરીકે ગણવામાં આવે છે. જ્યારે લોંગ ટર્મ એવરેજ કરતા ૨૦-૫૯ ટકા ઓછો વરસાદ પડે ત્યારે તેને ઓછા વરસાદ તરીકે ગણવામાં આવે છે જ્યારે ૬૦-૯૯ ટકા ઓછો વરસાદ પડે ત્યારે તીવ્ર અછત તરીકે ગણવામાં આવે છે. ૨૫૧ જિલ્લાઓમાં આશરે ૩૭ ટકા ઓછો વરસાદ રહ્યો છે જેથી તીવ્ર અછતની સ્થિતિ તેને ગણી શકાય છે. આમા મેઘાલય, અરુણાચલ, ઝારખંડ, બિહાર, ગુજરાત, તમિળનાડુ અને ૫૦થી વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે. મોનસુનની પૂર્ણાહૂતિની રાહ જાવામાં આવી રહી છે.
ઇÂન્ડયા સ્પેન્ડ દ્વારા ૨૦૧૮ માટેના વરસાદી ડેટામાં ચકાસણી કરવામાં આવી ચુકી છે. વરસાદ ઓછા ધરાવતા પ્રદેશોમાં ગીચ વિસ્તારો પણ સામેલ છે. જા રાષ્ટ્રવ્યાપી એકંદરે વરસાદ સપ્ટેમ્બરના બાકીના ત્રણ દિવસમાં એક ટકાથી ઓછો રહેશે તો મોનસુન સિઝનમાં ફરી એકવાર દુષ્કાળની સ્થિતિની શક્યતા રહેલી છે. ૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૮ના આંકડા મુજબ ભારતના ૭૯૩ મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે લોંગ ટર્મ એવરેજ ૮૭૦ મીમીથી નવ ટકા ઓછો વરસાદ છે. આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૨૦-૫૯ ટકા ઓછો વરસાદ થયો છે.