શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરવા લોકોને મોદીનું સૂચન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ ઉપર આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તરત જ જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત થઇ ગયા હતા. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. દુબઈના શોપિંગ ફેસ્ટિવલની જેમ જ ગુજરાતમાં આયોજિત કરવામાં આવેલા આ ખાસ કાર્યક્રમમાં મોદીએ ઉદ્‌ઘાટન બાદ તમામ ચીજવસ્તુઓના પ્રદર્શનને ખુબ જ ઉત્સુકતાપૂર્વક નિહાળ્યા હતા.

ખાસ બાબત એ હતી કે, વડાપ્રધાને પોતે પણ રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલથી પોતાના માટે વસ્ત્રોની ખરીદી કરી હતી. ફેસ્ટિવલના ઉદ્‌ઘાટન બાદ મોદીએ ખાદીગ્રામોદ્યોગ બોર્ડની દુકાનોમાંથી કેટલીક જેકેટો ખરીદી હતી અને પોતાના રુપે કાર્ડથી બિલની ચુકવણી કરી હતી. અમદાવાદમાં આયોજિત કરવામાં આવેલા આ ખાસ શોપિંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે મોદીએ ઉદ્‌ઘાટન સત્રમાં ભાગ લીધો હતો. ઉદ્‌ઘાટન બાદ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્યોની સાથે અહીં મુકવામાં આવેલા તમામ સ્ટોલનું અવલોકન કર્યું હતું.

આ ગાળા દરમિયાન મોદીએ ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બોર્ડના એક સ્ટોલ ઉપર કેટલાક જેકેટની ખરીદી કર હતી. વડાપ્રધાનના આ વર્તનને લઇને સ્ટોલ પર રહેલા કર્મચારીઓ અને વેપારીઓ ભારે ખુશખુશાલ દેખાયા હતા. વર્ષ ૨૦૧૬માં થયેલી નોટબંધીના સમયે મોદીએ સામાન્ય લોકોને શોપિંગની ચુકવણી માટે કેસલેશ તરીકા અપાનાવવાની અપીલ કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં મોદીએ અનેક વખતે ખાદીની ચીજવસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી. વણકરોની મદદ કરવા અપીલ કરી હતી.

મોદીએ આજે પણ દાખલો બેસાડીને ખાદીના વ†ોની ખરીદી કરી હતી અને ડેબિટ કાર્ડથી ચુકવણી કરી હતી. ઘટનાની તમામ તસ્વીરો સોશિયલ મિડિયા ઉપર શેયર કરવામાં આવી છે. સામાન્ય લોકોએ પણ આની પ્રશંસા કરી છે. મોદીએ પોતાના સંબોધન દરમિયાન સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. શોપિંગ ફેસ્ટિવલમાં મોદી ટુંકુ સંબોધન કર્યું હતું. જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લઇને તમામની પ્રશંસા કરી હતી. મોદીએ શોપિંગ ફેસ્ટિવલનો લાભ ઉઠાવવા લોકોને અપીલ કરી હતી.

Share This Article