લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ હાંસલ કરીને ફરી એકવાર સત્તામાં ધડાકા સાથે આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે કેટલાક પડકારો પણ રહેલા છે. વર્તમાન સરકારની સામે તમામ લોકોને સાથે લઇને ચાલવાના પડકારો પહેલા કરતા વધારે જટિલ છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ જુદા જુદા પ્રસંગે મોદીએ જે વાત કરી છે તે તમામ બાબતોનો સંકેત એ છે કે એનડીએ સરકાર-૨ની પ્રાથમિકતા ભારતીય બંધારણની રોશનીમાં તમામ લોકોને સાથે લઇને ચાલવાની રહેલી છે. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે ચૂંટણીના ગાળા દરમિયાન જે કઇ પણ બાબત કરવામાં આવી હતી તે બાબતોનુ હવે કોઇ મહત્વ નથી. બહુમતિ સાથે સરકાર આવી ગયા બાદ હવે સરકાર માટે નવા પડકારો છે.
મોદી કહી ચુક્યા છે કે બહુમતિ સાથે ચોક્કસપણે સરકાર ચૂંટાઇ આવે છે પરંતુ સરકાર સર્વસંમતિની સાથે ચાલે છે. એટલે કે મોદી તેમના વિરોધીઓને પણ સાથે લઇને ચાલવા માટે ઇચ્છુક છે. દેશના એક વર્ગના લોકો તેને હિન્દુ જનાદેશ તરીકે ગણી રહ્યા છે પરતુ મોદી સબકા સાથ સબકા વિકાસના એજન્ડા પર આગળ વધવા માટે ઇચ્છુક છે. ભાજપ અને એનડીએ સંસદીય પક્ષના નેતા ચૂંટાઇ આવ્યા બાદ એનડીએ સાંસદોને સંબોધન કરતા મોદીએ કહ્યુ હતુ કે અમે સબકા સાથ સબકા વિકાસની સાથે સાથે સબકા વિશ્વાસ પણ હાંસલ કરવા માટે ઇચ્છુક છીએ. મોદી કહી ચુકયા છે કે જે લોકોએ મત આપ્યા છે તે લોકો પણ અમારા છે અને જે લોકોએ મત આપ્યા નથી તે લોકો પણ અમારા છે. મોદી એમ પણ કહી ચુક્યા છે કે અનેક દશકો સુધી લઘુમતિ લોકોના મનમાં ભાજપ પ્રત્યે એક ભયનો માહોલ સર્જીને તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
તેમને વોટ બેંકની રાજનીતિ તરીકે ઉપયોગ કરવામાં આવ્યા હતા. હવે સમય આવી ગયો છે કે લઘુમતિ સમુદાયના લોકોનો વિશ્વાસ પણ જીતી લેવામાં આવે. મોદીએ એમ પણ કહ્યુ છે કે કોંગ્રેસ અને અન્ય દળોએ લઘુમતિ સમુદાયના લોકોની મુળ સમસ્યા પર ક્યારેય કામ કર્યુ ન હતુ. તેમના શિક્ષણ પર ક્યારેય ભાર મુકવામાં આવ્યો ન હતો. માત્ર ડરનો માહોલ સર્જીને તેમના વોટ મેળવી લીધા હતા. જેથી આવનાર પાંચ વર્ષ અમારા મુખ્ય ટાર્ગેટ તેમના વિશ્વાસને પણ હાંસલ કરવાના રહેશે. દેશના વાલી તરીકે મોદી આવી વાત કરી રહ્યા છે પરંતુ કેટલાક ગેરમાર્ગે દોરાયેલા લોકો પણ મોદીની વાતને સાંભળીને આગળ વધશે કે કેમ. છેલ્લા એક સપ્તાહના ગાળામાં દેશના કેટલાક ઉત્તરીય રાજ્યોમાં લઘુમતિ સમુદાયના લોકો પર હુમલા કરવામાં આવી ચુક્યા છે. આ દુખદ ઘટનાઓ માટે કોઇ રાજકીય પક્ષોને જવાબદાર ગણી શકાય નહીં. કારણ કે હુમલાખોરોની કોઇ રાજકીય ઓળખ કરવામાં આવી નથી. જો કે આ ઘટનાઓ સાથે જાડાયેલી રાજકીય પ્રતિક્રિયા આવી રહી છે.
ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ ગૌતમ ગંભીરે કહ્યુ છે કે કેટલાક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા વખોડવાપાત્ર છે. ગુરૂગ્રામમાં લઘુમતિ સમુદાયના યુવાનની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યા બાદ ગંભીરે ટિપ્પણી કરતા તે ટ્રોલ થઇ ગયો છે. પોતાની જ પાર્ટીના લોકોની નારાજગીનો સામનો પણ કરવો પડ્યો છે. જરૂર આ વિચારધારાને બદલી નાંખવા માટેની છે. મોદી સરકારની પ્રથમ અવધિ દરમિયાન કેટલાક કમકમાટીભર્યા બનાવો બન્યા હતા. જેમાં મોબ લિÂન્ચગનો સમાવેશ થાય છે. જો બીજી અવધિમાં આવા બનાવ બનશે તો દેશને નુકસાન થઇ શકે છે. હાલમાં તો મોદીને પોતાના જનાધારની સાથે ઉભા રહીને પોતાની સામાજિક જવાબદારી અદા કરવી જોઇએ. મોદી સરકાર બીજી અવધિ માટે સત્તારૂઢ થઇ ચુકી છે. આવી સ્થિતીમાં તેમની કામગીરી પર જારદાર નજર તમામ લોકો રાખી રહ્યા છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીએ પ્રચંડ બહુતિ હાંસલ કરી છે.
મોદી લહેર વચ્ચે ભાજપે એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી છે. જ્યારે એનડીએ ને ૩૫૩ સીટો મળી છે. આવી સ્થિતીમાં પ્રચંડ બહુમતિ સાથે આવેલી સરકાર પાસેથી તમામ સાહસી નિર્ણયોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અમિત શાહને કેન્દ્રિય ગૃહ પ્રધાન બનાવી દેવામાં આવ્યા બાદ અટકળોનો દોર ચાલી રહ્યો છે.