2019ની ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતો માટે કોઇ મોટો નિર્ણય લઇ શકે તેમ છે. આગામી કેબિનેટ બેઠકમાં સરકાર ખરીફ પાકની એમએસપી ડોઢ ગણી વધારવાની વાત પર સ્ટેમ્પ લગાવી શકે છે. જેનાથી એક ક્વિંટલ દીઠ 200 રૂપિયાનો વધારો થશે.
ગયા વર્ષે સામાન્ય ગ્રેડના પાકની એમએસપી એક ક્વિંટલ દીઠ 1550 રૂપિયા હતી. અગાઉ પણ કોંગ્રેસ સરકાર દ્વારા 2008-09માં 155 રૂપિયા વધારવામાં આવી હતી. મોદી સરકાર દ્વારા વધેલા ભાવ એ સૌથી વધારે હશે.
2019ની ચૂંટણી આવી રહી હોવાથી મોદી સરકારે હવે રહી ગયેલા કામ કરવાનુ બીડુ ઝડપ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. અમિત શાહ દ્વારા આખા ભારતમાં ગઠબંધન માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. જ્યારે મોદી સરકારના રહી ગયેલા કામ દ્વારા તે લોકોના મનમાં તેમની છાપ સારી ઉભી કરવા માંગે છે. હવે ખેડૂતોના હકમાં નિર્ણય કર્યા બાદ ખેડૂતોને કોટલો ફાયદો થાય છે તે જોવુ રહ્યું.