હાલમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે આધુનિક માતાઓ હવે શારીરિક રીતે ઓછી સક્રિય થઈ છે અને વધુ સમય ટીવી નિહાળવામાં ગાળે છે. ૧૯૬૦ના દશકમાં માતાઓ શારીરિક રીતે ઘરમાં વધારે સક્રિય રહેતી હતી. તેની સરખામણીમાં હવે શારીરિક રીતે ઓછી સક્રિય રહે છે. આ જ કારણસર આધુનિક માતાઓ ફિટનેશને લઈને પણ ફરિયાદો કરતી રહે છે. અભ્યાસના તારણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અભ્યાસમાં કુકીંગ, સાફ સફાઈ, બાળકોની સંભાળ, લોન્ડ્રીંગ, કસરત જેવી બાબતો સિવાય માતાઓની અન્ય પ્રવૃત્તિમાં પણ અભ્યાસ કરવામાં આવ્યા બાદ તારણો જારી કરાયા છે.
આમા જાણવા મળ્યું છે કે ૧૯૬૫થી ૨૦૧૦ સુધીના ગાળામાં માતાઓની અંદર શારીરિક પ્રવૃત્તિઓની સરેરાશ સમયગાળો ૧૪ કલાક ઘટી ગયો છે. મોટાભાગની મહિલાઓ આધુનિક સમયમાં શારીરિક પ્રવૃત્તિ કરતા ટીવી નિહાળવામાં વધારે સમય ગાળે છે. ૬થી ૧૮ વર્ષની વય ગ્રૂપના બાળકોની માતામાં શારીરિક પ્રવૃત્તિ એક સપ્તાહમાં ૧૧.૧ કલાક સુધી ઘટી ગઈ છે. જ્યારે પાંચ વર્ષ અથવા તો તનાથી નીચેની વયના બાળકોની માતાઓમાં શારીરિક પ્રવૃત્તિ એક સપ્તાહમાં ૧૪ કલાક સુધી ઘટી ગઈ છે. ઉર્જા ખર્ચમાં પ્રતિ સપ્તાહ ૧૨૩૮ કેલોરીનો ઘટાડો થયો છે.
આંકડા દર્શાવે છે કે ૨૦૧૦માં માતાઓ ૧૯૬૫માં માતાઓની સરખામણીમાં એક દિવસમાં ૧૭૫થી ૨૨૫ ઓછા પ્રમાણમાં કેલોરીનો ઉપયોગ કરે છે. તેમના વજનને જાળવી રાખવા માટે અગાઉની મહિલાઓ વધારે શારીરિક પ્રવૃત્તિઓ કરતી હતી. ઘરમાં રહેતી માતાઓની શારીરિક પ્રવૃત્તિ બે ઘણી ઘટી ગઈ છે. તેમના વર્તનમાં પણ ફેરફાર થયા છે. જેમ જેમ પેઢીઓ નવી આવી રહી છે તેમ માતાઓમાં શારીરિક રીતે નિષ્ક્રિયતા વધી રહી છે. સ્થૂળતા વધી રહી છે. બિનસક્રિયતાના જાખમો વધી રહ્યા છે જેથી બાળકો પણ આ જ દિશામાં આગળ વધી રહ્યા છે. આરોગ્ય અને ફિટનેશ માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.શારીરિક પ્રવૃત્તિ વહેલી તકે મોતના ખતરાને ટાળે છે.