નવેમ્બર: મોકા બ્રાન્ડ સ્વાદિષ્ટ વાનગીઓ અને નવીનતમ ડ્રિન્ક્સનો પર્યાય છે જેણે પડોશના પોશ એવા ગાંધીનગર શહેરમાં તેની 15મી આઉટપોસ્ટનો પ્રારંભ કર્યો છે. આ ઈમ્પ્રેસારિયો એન્ટરટેનમેન્ટ એન્ડ હોસ્પિટાલિટી પ્રા. લિ. (આઈઈએચપીએલ) દ્વારા એવોર્ડ વિજેતા આ બ્રાન્ડે ગાંધીનગરમાં પોતાની કામગીરી શરૂ કરી છે.
મોકાને ગાંધીનગર ખાતે લાવનારા દેવઋષિ અને શિવ પટેલે રિયાઝ અમલાણી સાથે જણાવ્યું હતું, ‘અમે 2015માં બોડકદેવ ખાતેથી મોકાની સફર શરૂ કરી હતી અને 3થી વધુ વર્ષમાં અમદાવાદના લોકોએ અમે વધુ શાખાઓ શરૂ કરીએ એ માટે પ્રેરિત કર્યા હતા. અમે ગાંધીનગરમાં પણ મોકાની બ્રાન્ચ શરૂ કરવા માટે વિનંતીઓ પ્રાપ્ત કરી હતી. સીજી રોડ અમદાવાદ ખાતે મોકાના પ્રારંભ પછી આ માગ વધી હતી અને આખરે અમે ગાંધીનગર પહોંચ્યા છીએ. અહીં હવે અમે માનવંતા ગ્રાહકોને સેવા આપીશું. અમે ગાંધીનગરમાં વ્યૂહાત્મક રીતે શહેરની મધ્યમાં સ્થિત છીએ અને અહીં અમે મોકાની નવી સફરનો રોમાંચ અનુભવી રહ્યા છીએ એટલું જ નહીં મહેમાનો કે જેઓ અહીં મુલાકાત લે છે તેમના મંતવ્યો જાણવાની ઈંતેજારી પણ છે. ફેન ફેવરિટ્સ અને ક્લાસિક ડિશીસ જેમકે મોકા ફ્રાઈડ ચિકન, બર્મિઝ ખાઓ સ્યુએય, ગ્રિલ્ડ ફિશ ઈન લેમન બટર સોસ નવા મેન્યુમાં સામેલ છે તો સાથે નવા સમકાલીન વિકલ્પો જેમકે મટન કી કરારી સીખ, અમૃતસર કુલચા, ફ્રિટ્ટાટાસ અને ફોન્ડુસ સામેલ છે.’

અહીં ગાંધીનગરના પ્રેમાળ લોકો દોડધામમાંથી ફુરસદ મળ્યે કે વીકએન્ડ વખતે અથવા તો વિદેશથી આવેલા લોકો અહીં સ્વાદિષ્ટ અને મોંમાં પાણી લાવી દે એવી વાનગીઓ ભવ્ય માહોલમાં માણી શકે છે.
મોકા એક સબ્જેક્ટિવ ટાઈમિંગ કાફે છે જે વહેલી સવારથી બપોરના લંચ અને સાંજની મુલાકાતો માટે મોકાનું સ્થળ છે. નિયમિત એવા ડાઈનિંગ ઉપરાંત વિશેષ અનુભવ અહીં મળે છે. દેશભરમાં ગ્રાહકોને સર્વ કરનાર મોકા હવે ગાંધીનગરમાં પણ ઉપલબ્ધ છે. મોકા હંમેશા કન્સેપ્ટમાં અગ્રણી રહે છે જે સિમાચિહ્ન સ્થાપે છે અને તે દરરોજ લિઝરનો નવો માર્ગ પ્રસ્તુત કરે છે. આવો, સમયને થંભી જવા દો અને મોકામાં તમારી ચિંતાઓને પાછળ છોડીને પ્રવેશો અને મોકાનો જાદુ જુઓ.
ઈમ્પ્રેસેરિયો એન્ટરટેનમેન્ટ એન્ડ હોસ્પિટલિટી પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રિયાઝ અમલાણીએ કહ્યું હતું, ‘મોકાએ ખરેખર એક મનઃસ્થિતિ છે. તે તેનો મૂળ સ્વભાવ છે જે તમે જે છો એ રહેવા દેવાનો અવસર આપે છે. અમે દરેક ગ્રાહકને અજોડ અનુભવ દર વખતે આપવા માગીએ છીએ તેથી દરેક આઉટલેટ એક મનોરમ અદભૂત માહોલ સાથે બનાવવામાં આવ્યું છે. તેથી અમે ગાંધીનગરમાં યોગ્ય જગ્યા શોધી રહ્યા હતા કે જ્યાં મોકાને પૂરતી તક મળે અને આખરે અમે એ જગ્યા શોધી અને શહેરની મધ્યમાં મોકાનો પ્રારંભ કરવામાં આવ્યો.’
મોકા મેન્યુ માત્ર શું પ્રાપ્ત કરી શકાશે એ માટે જ નથી પણ ટેબલ પર સૌથી ઉત્તમ વાનગી પીરસવા માટેનો અમારા માટેનો અવસર છે. જે તમને મજા પડે તેટલું આરોગવાની સ્વતંત્રતા આપે છે. સ્વાદિષ્ટ ફૂડની સાથે દરેક મુલાકાત વખતે નવા સેમ્પલની જાણકારી પણ મળી શકશે.
સવારનો શાંતિપૂર્ણ બ્રેકફાસ્ટ હોય કે આરામદાયક કામકાજનું વાતાવરણ કે પછી સોશિયલાઈઝીંગ ઈવનીંગ હોય અમે આ માટેની તમામ સુવિધા આપીએ છીએ. અમે ગાંધીનગર ખાતે મોકા રજૂ કરતા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.