મિર્ચી ૯૮.૩ એ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણની શરૂઆત કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મિર્ચીએ છેલ્લા ૬-૭ વર્ષથી લગભગ ૬૦,૦૦૦ થી વધુ વૃક્ષો શહેરમાં વાવ્યા છે. શહેરીજનો માટે મિર્ચી અને VMC ભેગા થઈને સમગ્ર શહેરમાં છોડવાઓનું વિતરણ કરી રહ્યા છે. તેની શરૂઆત કાઇનેટિક ગ્રીન શોરૂમના ઉદ્ઘાટન સાથે થઇ. વાતાવરણમાં પ્રદૂષણ ને નાથવા જરૂરી ઈલેક્ટ્રીક ટૂ વહીલરના શો રૂમના ઉદ્ઘાટન અને ગ્રીન યોદ્ધાના નાદ સાથે વડોદરા શહેરમાં વધુ હરિયાળી ફેલાવવા હાજર શહેરીજનોએ સંકલ્પ કર્યો.

સાથે જ સાંસદસભ્ય રંજનબેન ભટ્ટ, વડોદરાના મેયર કેયુર રોકડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ અને કોર્પોરેટર – રીટાબેન સિંઘ, મનીષ ભાઈ પગાર, સ્મિત પટેલ તથા શહેરના પ્રખ્યાત કોમેડિયન ચિરાયુ મિસ્ત્રી હાજર રહ્યા હતા.

એટલું જ નહિ પણ તેઓએ આયોજનમાં હાજરી આપીને, છોડ વાવીને વડોદરા શહેરને વધુ ગ્રીન બનાવવા શહેરીજનોને અપીલ કરી હતી. મિર્ચી ગ્રીન યોદ્ધામાં મિર્ચી ૯૮.૩ ના પોપ્યુલર આર જે મોહિની અને આર જે પૂજાએ આ ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા હતા. રેડિયો મિર્ચીનું આ કેમપેઇન આગામી ૧ મહિના સુધી કાર્યરત રહેશે. મિર્ચી સાથે રજીસ્ટ્રેશન કરાવીને કોઈપણ વ્યક્તિ ઐચ્છિક છોડ લઈને પોતાના ઘરે વાવી શકે છે.

Share This Article