અમદાવાદ : ગુજરાત ભરમાં મિરાજ સિનેમાઝની ૨૧ સ્ક્રીન આવેલી છે. ગુજરાતમાં ૫ પ્રોપર્ટી છે કારણ કે ગુજરાતના લોકો મુવી લવર કહેવાય છે ગુજરાતના લોકોને મુવી જોવું ખુબજ ગમે છે માટે મિરાજ સિનેમાએ ગુજરાતને ધ્યાનમાં રાખ્યું છે ને હવે તો છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતી મુવીઝે પણ સારો એવો દેખાવ કર્યો છે. ગુજરાતના લોકો પણ હોલીવૂડ, બોલિવૂડની સાથે ગુજરાતી મુવી જોવાનું વચર્સ્વ વધ્યું છે. ગુજરાત માર્કેટ મિરાજ માટે ખુબ અગત્યનું છે.
મિરાજ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ (ઓપરેશન) શ્રી ભુવનેશ મેંદીરત્તાએ જણાવ્યું કે, “મિરાજ સિનેમાની ૫ વર્ષ પહેલા શરૂઆત થઇ હતી અને હાલ ૧૦૦ થી પણ વધારે સ્ક્રીન શરૂ કરી છે. ભારતમાં ૧૪ રાજ્યોમાં મિરાજ સિનેમાનું વર્ચસ્વ અને આગામી ૧૫ માસમાં હાલ કરતા બમણું કરવાની ગણતરી છે મિરાજ સિનેમાઝ ભારતમાં ૫ માં નંબરની મલ્ટીપ્લેક્સ સિનેમા છે. ભારતમાં સૌથી ફાસ્ટ ૧૦૦ સ્ક્રીન ધરાવતા મિરાજ સિનેમાઝ પ્રથમ સ્થાન ધરાવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે આગામી ૫ વર્ષમાં ગુજરાતમાં પાંચ પ્રોપર્ટી ચાલુ કરવાની ગણતરી છે જેમાંથી બે પ્રોપર્ટી સુરતમાં સાઈન કરી છે ને તેમાં કામ ચાલુ છે. એક પ્રોપર્ટી અમદાવાદમાં એસ.જી.હાઈ વે પર રાખેલી છે. એક રાજકોટમાં પ્રોપર્ટી રાખેલ છે અને એક પ્રોપર્ટી માટે જામનગર કે જૂનાગઢમાં રાખવાની વાતચીત ચાલે છે.
મૂવી સ્ક્રીનિંગ સ્પેસમાં ઝડપથી વિકસતાં બ્રાન્ડ્સમાંની એક મિરાજ સિનેમાએ ૧૦૦ – સ્ક્રીનના સીમાચિહ્નને પ્રાપ્ત કરેલ છે. સ્થાપના પછી કંપની માત્ર પાંચ વર્ષોમાં શ્રેણીમાં ટોપ પાંચ પ્લેયર્સો વચ્ચે પોતાની પ્રવિષ્ટ રજીસ્ટર કરતાં એક મોટુ પહેલ ભરી રહી છે. મિરાજ હવે ૧૪ રાજ્યોમાં અને ૧૧૦ સ્ક્રીનો ચલાવતાં દેશની ૪૦ જગ્યા પર ઉપસ્થિત છે.
નવી સિનેમા સાથે આવતા વર્ષે મિરાજનું પ્રથમ લક્ષ્ય ગ્રાહકોનો સંતોષ છે. પોતાના મિશનને ધ્યાનમાં રાખતાં, મલ્ટીપ્લેક્સ ચેન ફિલ્મ બતાવવાના શ્રેષ્ઠ અનુભવને સુનિશ્ચિત કરે છે. ભારતના મલ્ટિપ્લેક્સ ઉદ્યોગ, જે સ્ક્રીન-દરના પ્રમાણ કરતાં ઓછું છે અને ફિલ્મના વપરાશની વધતી જતી માંગ આગામી દિવસોમાં અમને વધુ વિકાસની તકો આપશે.