અમદાવાદ : ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસના પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા સાથે મિડનાઇટ વીથ મેનકાના ગુજરાતી કલાકારોએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. હમીર અને બેસ્ટ ઓફ લક લાલુ જેવી સફળ ફિલ્મો પછી છેલ્લા દશકાથી ગુજરાતી ફિલ્મોમાં વધેલી લોકપ્રિયતામાં દરેક વખતે ફિલ્મમાં કંઈક નવું આપવાના પ્રયત્નોથી એક નવો વળાંક લાવવામાં આવ્યો છે. આ વખતે કોકોનટ મોશન પિક્ચર્સે એક નવા વિષયને લઈને જેને વાસ્તવિક સ્ટારની નકલી બાયોપિક તરીકે ઓળખવામાં આવે છે તેવી મીડનાઈટ વીથ મેનકા ગુજરાતી કોમેડી ફિલ્મ આવતીકાલે તા.૭મી ડિસેમ્બરનાં રોજ એક સાથે અમદાવાદ સહીત ગુજરાતના સિનેમાઘરોમાં રજુ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશનને લઇ તેની સ્ટારકાસ્ટ આજે અમદાવાદની મુલાકાતે આવી હતી.
ફિલ્મના હીરો મલ્હાર ઠાકર અને હીરોઇન ઇશા કંસારાએ નવા વિષય સાથે આવી રહેલી આ ફિલ્મ દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે અને ફિલ્મ સફળ થશે તેવી આશા વ્યકત કરી હતી. છેલ્લા એક દશકથી ગુજરાતી ફિલ્મોમાં વધી રહેલી લોકપ્રિયતામાં વધારો કરવાના ઉદેશ્યથી કોકોનટ મોશન પિક્ચર્સેની વધુ એક ગુજરાતી કોમેડી ફિલ્મ મીડનાઈટ વીથ મેનકા ગુજરાતીઓના લોકચાહિતા કલાકારો સાથે આવતીકાલે તા.૭મી ડિેસેમ્બરથી રાજ્યભરના સિનેમાઘરોમાં રજૂ થશે.
અમદાવાદ ખાતે ફિલ્મ પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા તેમજ તેમની ટીમના ગુજરાતી ફિલ્મોના પ્રતિભાશાળી કલાકારો જેમ કે મલ્હાર ઠાકર તેમજ ઈશા કંસારા સાથે હાર્દિક સંઘાણી અને વિનિતા મહેશ (જોશી) એક સાથે ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે મીડિયા સાથે જોડાયા હતા. જયારે તેઓ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે ત્યારે ચોક્કસપણે યુવાન પેઢીને પ્રભાવિત કરશે. સાથે સાથે સુપરસ્ટારના જીવનની અંદર હાસ્યજનક અને રોમાંચક અપ્સ અને ડાઉન્સથી ભરેલા જીવનમાં એક ઉત્સાહિત મુસાફરી દર્શકોને કરાવશે એવો આશાવાદ કલાકારોએ વ્યકત કર્યો હતો. વિનય શાહ દ્વારા દિગ્દર્શિત અને મ્યુઝિક ડાયરેક્ટર અમ્બ્રેશ શ્રોફ દ્વારા કમ્પોઝ કરાયેલ આય એમ ધ સુપરસ્ટાર જેવા સંગીતમય ગીતો શ્રોતાઓને તેમજ પ્રક્ષકોને પસંદ પડશે. કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ રશ્મિન મજીઠીયા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલ આ ફિલ્મનું શૂટિંગ હંમેશા હાસ્ય, રમૂજ, આનંદ તેમજ મજા સાથે ૯ મહિનાના અથાગ પ્રયત્નો થકી બોલીવુડના ટેક્નિશિયનોની જહેમતથી મોટા બજેટની તૈયાર થયેલી ફિલ્મ છે.
આ ફિલ્મ મીડનાઈટ વીથ મેનકા પહેલા જ દિવસે ગુજરાતભરના લગભગ ૫૦૦ જેટલા સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે. જીવનમાં આવતા પરિવર્તનનું આંકલન બાખૂબીપૂર્વક આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેથીજ આ ફિલ્મ સંપૂર્ણ ફેમેલી ફિલ્મ તથા મનોરંજન આપનાર બની રહેશે.