ગુજરાતવાસીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત, આ જિલ્લામાં થશે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : હવામાન વિભાગે આવનારા ૪ દિવસ માટે ગુજરાતમાં કમોસમી વરસાદની કરેલી આગાહી મુજબ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી તેમજ હવામાં ચક્રવાતી પરિભ્રમણ પણ સક્રિય હોવાના કારણે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

૨૦થી ૨૫ મે દરમિયાન કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના

• ૨૦ મે : રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસારી, તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
• ૨૧ મે : વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
• ૨૨ મે : સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને અરવલ્લી જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
• ૨૩ મે : બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
• ૨૪ મે : બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અમદાવાદ, પંથક, અમરેલી, પંથકમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહિસાગર અને અરવલ્લી જિલ્લાઓ. જ્યારે કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

Share This Article