અમદાવાદ: વિકસતી કળા અને ડિઝાઇનનાં વિદ્યાર્થીઓની રચનાત્મકતા દર્શાવવા ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા સ્કાયબ્લૂ મેલાન્જે મુંબઈની અગ્રણી મોડલિંગ સંસ્થા પરિમલ મોડલિંગ એકડમી (પીએમએ) સાથે જોડાણ કર્યું છે તથા આ જોડાણનાં ભાગરૂપે અત્યાધુનિક ડિઝાઇન ધરાવતાં વસ્ત્રોનું નવું કલેક્શન પ્રસ્તુત થયું છે. સ્કાયબ્લૂ મેલાન્જ માટે વિશિષ્ટ થીમ ગોથિક, સ્પિર્ચ્યુઅલ, ફાયર એન્ડ આઇસ, સ્નોક્લેડ માઉન્ટેઇન્સ, રેઇનફોરેસ્ટ અને હાઇડ એન્ડ સીક છે. આ છ થીમ સુંદર 46 આઉટફિટમાં પ્રસ્તુત થઈ છે.
આ ઇવેન્ટ પર વધારે જાણકારી આપતાં સ્કાયબ્લૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનનાં મેનેજિંગ ડાયરેક્ટર શૈલેશ પીઠડિયાએ કહ્યું હતું કે, “સ્કાયબ્લૂ મેલાન્જ એક વિભાવના છે, જેમાં અમે અમારાં વિદ્યાર્થીઓને પાંખો આપવા ઇચ્છીએ છીએ, જેઓ અમારાં વિના આ ક્ષેત્રમાં પોતાની જાતે પ્રગતિની નવી કેડી કંડારી શકે. તેઓ વિવધ કુશળતા શીખે છે, જે તેમને ભવિષ્યમાં વાસ્તવિક દુનિયામાં આગળ વધવા માટે ઉપયોગી થશે. અમે તેમને વાસ્તવિકતાનો સામનો કરવા માટે તૈયાર કરીએ છીએ. અમારો ઉદ્દેશ તેમને ઉચિત પ્લેટફોર્મ આપવાનો અને વ્યક્તિગત પ્રતિભા અને અભિગમને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં ઉંમર અને સમાજનાં અન્ય કોઈ ભેદભાવને સ્થાન નથી.”
પરિમલ મહેતાએ ઉમેર્યું હતું કે, “આ પીએમએ અને સ્કાયબ્લૂ વચ્ચેનાં જોડાણની શરૂઆત છે. અમારી મોડલ મેનેજમેન્ટમાં તેમજ ફેશન શોનાં ડાયરેક્શનમાં કુશળથા આ વર્ષે મેલાન્જને ચાર ચાંદ લગાવી દેશે.”
દર વર્ષે યોજાતી આ ઇવેન્ટનું નામ ઉચિતપણે એની વિવિધ થીમને કારણે મેલાન્જ રાખવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ વિશિષ્ટપણે રજૂઆત કરે છે. આ વર્ષ મેલાન્જનું આયોજન પરિમલ મોડલિંગ એકડમીએ કર્યું છે, જેથી આ ઇવેન્ટ વધારે ભવ્ય બની ગઈ છે. પીએમએની સ્થાપના પરિમલ મહેતાએ કરી છે, જેઓ મોડલિંગ ઉદ્યોગનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો દાયકાઓનો અનુભવ ધરાવે છે. મહેતાએ ચાલુ વર્ષનાં ફેશન શોનું ડાયરેક્શન અને કોરિયોગ્રાફિંગ પણ કર્યું છે.