મેઘરાજા રાજ્યમાં ધડબડાટી બોલાવી રહ્યાં છે. ત્યાં જો છેલ્લા ૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો રાજ્યના ૧૫૯ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધારે મોરવા હડફમાં ૧૦ ઇંચ વરસાદ વરસી રહ્યો છે. તો છોટા ઉદેપુરમાં પણ ૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. તો શહેરા તાલુકામાં પોણા ૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. તો દાહોદમાં સાડા ૯ ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ આજે લીમખેડા અને ગોધરામાં ૮-૮ ઇંચ વરસાદ વરસ્યો છે. લુણાવાડા અને ગરબાડામાં ૭-૭ ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ જાંબુધોડા, વીરપુર, ફતેપુરા, ઝાલોદમાં ૬ ઇંચ વરસ્યો છે.
રાજ્યમાં ધોધમાર વરસાદ વરસતા નર્મદાનું જળસ્તર વધ્યુ છે. જેના પગલે ૩ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નર્મદા, વડોદરા, ભરુચના કુલ ૭૦ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા કાંઠાના ૧૫૦થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યો છે. વધુ વરસાદના કારણે સંભવિત સંકટના વિસ્તારોમાં SDRF-NDRF સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા નીરના વધામણા કર્યા છે. તો ચાંદોદમાં પણ નર્મદાના પૂરના પાણી ફરી વળ્યા છે.