અમદાવાદઃ ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સની પોતાની માંગણીઓને લઈને બેઠક યોજાઈ હતી. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સને સંલગ્ન કંપનીઓ મોલને રિટેલ માર્કેટના વેપારીઓની સરખામણીમાં વધારે માર્જિન આપે છે. તેથી રિટેલ માર્કેટના વેપારીઓને અન્યાય થાય છે, તેથી આ અંગે અરુણ પરીખ (ચેરમેન- ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સ, પ્રેસિડેન્ટ- અમદાવાદ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફોરમ), શૈલેષ શાહ (સેક્રેટરી- અમદાવાદ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ ફોરમ), તથા દિપક પટેલ (પ્રેસિડેન્ટ- ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સ) એ પોતાની માંગણીઓ વ્યક્ત કરી હતી.
આ વિશે માહિતી આપતાં અરુણ પરીખ (ચેરમેન- ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સ, પ્રેસિડેન્ટ- અમદાવાદ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફોરમ) એ જણાવ્યું હતું કે, “રિટેલ બિઝનેસ દિવસે-દિવસે ઓછો થતો જાય છે, તેથી અમારી વિનંતી છે કે એફએમસીજી દ્વારા દરેક રિટેલ ડિસ્ટ્રીબ્યુટર્સને ૦. ૨૫% ટકા પેન્શન આપવામાં આવે. મોલ માર્કેટ કેટલીક પ્રોડક્ટ્સને ખુબ ઓછા ભાવે ગ્રાહકોને વેચે છે, તેથી તે પ્રોડક્ટ્સ ગ્રાહકો રિટેલ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી ખરીદી શકતા નથી. તેનાં કારણે રિટેલ બિઝનેસ ઓછો થતો જાય છે.”
વર્તમાનમાં, રિટેલર માર્જિન ૯% છે અને ડિસ્ટ્રીબ્યુટર્સ માર્જિન ૪.૫ % છે અને મોલ્સ ને ૨૧% માર્જિન મળે છે, એટલે કે રિટેલર ડિસ્ટ્રીબ્યુટર્સને ૭.૫ % ઓછું માર્જિન મળે છે. તેથી આ ડિસ્ટ્રીબ્યુટર્સને નુકશાન થાય છે. ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સનું કહેવું છે કે, તેઓ પોતાના ટર્નઓવરનો ૧૮% ટેક્સ આપે છે, તેથી સરકાર પણ તેમને સહાય કરે.