ગુજરાતમાં ૬૦૦ મેડિકલ સીટો ઉમેરવા માટે તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

 

અમદાવાદ :  આગામી શૈક્ષણિક વર્ષથી મેડિકલમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ખુબ સારા સમાચાર છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં ૬૦૦ મેડિકલ સીટો ઉમેરવામાં આવી રહી છે. આની સાથે જ ગુજરાતમાં વધુ વિદ્યાર્થીઓ મેડિકલમાં અભ્યાસ કરી શકશે. ગુજરાતમાં ૨૪ મેડિકલ કોલેજા આવેલી છે જેમાં આશરે ૪૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજાએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અરજી કરી હતી. ૧૫૦ સીટો આ ત્રણેય નવી મેડિકલ કોલેજામાં રાખવામાં આવી છે. ચાંદખેડા સ્થિત કેએમ શાહ મેડિકલ કોલેજ દ્વારા ગયા વર્ષે ૧૫૦ સીટ સાથે એડમિશન આપવા માટે અરજી કરી હતી.

હજુ સુધી નિરીક્ષણ માટેની પ્રક્રિયા ચાંદખેડા, નડિયાદ અને વિસનગરમાં આવેલી કોલેજામાં પૂર્ણ થઇ ચુકી છે. પરવાનગી માટે અન્ય જે કોલેજ દ્વારા અરજી કરવામાં આવી છે તેમાં અમરેલીની કોલેજનો સમાવેશ થાય છે. અમરેલીમાં સર્વોચ્ચ સંસ્થાએ નિરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી હતી. કેએમ શાહ મેડિકલ કોલેજ દ્વારા ગયા વર્ષે આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અરજીઓ કરી હતી પરંતુ પરવાનગી મળી ન હતી. ગયા મહિને આશરે ૨૦૦ ફેકલ્ટી સભ્યોની ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ચલાવાતી મેડિકલ કોલેજામાં ટ્રાન્સફરની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં વડનગર, હિંમતનગર, ગોત્રી અને વલસાડનો સમાવેશ થાય છે. ધારાધોરણ મુજબ જ શૈક્ષણિક પ્રક્રિયા થઇ શકે તેની ખાતરી કરવા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી વધુ પ્રમાણમાં સ્થિતિને હળવી કરી શકાય. રાજ્યના આરોગ્ય વિભાગે કેટલીક માહિતી આપી છે. મેડિકલમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.

 

Share This Article