અમદાવાદઃ અમદાવાદના પૂર્વ પશ્ચિમનો ભેદ દુર થઇ રહ્યો છે. મધ્યમ વર્ગને સારી એમીનીટિસવાળા એપાર્ટમેન્ટ મળે તે માટે મણિનગર બિલ્ડર્સ એસોસિએશન (એમબીએ) પ્રોપર્ટી શો અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પ્રોપર્ટી શો અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પ્રોપર્ટી શોનું ૨૨ ફેબ્રુઆરીથી ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી આયોજન કરવામાં આવ્યું છે. મણિનગર બિલ્ડર એસોસિએશને ૧ લાખની રકમ સીઆરપીએફના શહીદોના પરિવારને આપી.
આ ઇવેન્ટમાં અમદાવાદના મેયર બિજલ પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદસભ્ય ડૉ. કિરીટભાઇ સોલંકી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકારના અધ્યક્ષ આસિતભાઇ વોરા, મણિનગરના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ, ક્રેડાઇ – ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જક્ષય શાહ, મહાદેવ કન્ટ્રક્શનના સેક્રેટરી શરદ પટેલ, ત્રિવેણી ઇન્ફ્રાબિલ્ડના પ્રમુખ દિપક શાહ, ઓમ માંગલ્યના ટ્રીઝર ચિરાગ શાહ, સરોવર ડેવલોપર્સના ઉપપ્રમુખ અનીષ ગાંધી અને ચિરાગ પટેલ, સામવેદ ગ્રુપના સંયુક્ત સેક્રેટરી દિનેશ ભડિયાદ્રા અને તક્ષશિલા ગ્રુપના સંયુક્ત ટ્રીઝર રાજેશ ગોંડલિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
મણિનગર બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ દિપક શાહ અને તક્ષશિલા ગ્રુપના સંયુક્ત ટ્રીઝર રાજેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં એક સમાન્ય વ્યકિતને પોતાનું ઘરનું ઘર લેવામાં ખુબ મુશ્કેલીઓ પડતી હોય છે. અમે આ પ્રોપર્ટી શો ખાસ ગ્રાહકોને ધ્યાનમાં રાખતાં શરુ કર્યું છે. આ પ્રોપર્ટી શો ચોક્કસપણે એવા મુલાકાતીઓને લાભ કરશે જે ડ્રીમ હાઉસ, કોમર્શિયલ પ્રોપર્ટી, ફાર્મ હાઉસ અને ઘણી વધુ સંપત્તિઓ ઇચ્છે છે.
એમઝોનના ઓર્ગેનાઇઝર દેવાંગ ભટ્ટે જણાવ્યું કે, “દરેક વર્ગના લોકો, જેઓ રોજગારી મેળવે છે અથવા વ્યવસાય કરે છે તેઓ હંમેશા પોતાનું ઘર ખરીદવાની અને દુકાન કરવાની ઇચ્છા રાખે છે. તેમની ઇચ્છા પૂરી કરવા માટે અમે મણિનગર બિલ્ડર્સ એસોસિએશન (એમબીએ) પ્રોપર્ટીનું આયોજન કર્યું.”
આ ભવ્ય પ્રોપર્ટી શોમાં અમદાવાદના નામાંકિત બિલ્ડર્સ દ્વારા સરકારના નવા ધારા ધોરણ અને નિયમોને ધ્યાનમાં લઈ આકાર લેતી હાયર એમેનિટીસવાળા એફોર્ડેબલ ફ્લેટ, ટેર્નામેન્ટ, રો-હાઉસ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ઇન્ડસ્ટ્રીયલ સેડ,શોપીંગ મોલ, પ્લોટીંગ, ફાર્મ હાઉસ સ્કીમ પ્રદર્શનીઓ માટે ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની રહશે. તે ઉપરાંત ખાસ મધ્યમવર્ગને ધ્યાનમાં લઈને દેશની નેશનલાઈઝ્ડ બેંક દ્વારા સ્થળ ઉપર જ લોનનું સલાહ સુચન માટે સુવિધા કરવામાં આવી હતી.