આઈપીએલના કોડ ઓફ કન્ડક્ટના અનુચ્છેદ ૨.૫ અંતર્ગત પ્રથમ સ્તરના ગુના બદલ તેને ઠપકો આપવામાં આવ્યો હતો. જાે કે આમાં વેડ દ્વારા કઈ શિસ્તનું ઉલ્લંઘન કરાયું તેની સ્પષ્ટતા કરવામાં આવી નહતી. ઉલ્લેખનીય છે કે મેક્સવેલની ઓવરમાં વેડને એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ ડીઆરએસમાં પણ અલ્ટ્રા એજ નહીં જણાતા ગ્રાઉન્ડ અમ્પાયરના ર્નિણયને યોગ્ય ઠેરવતા વેડને આઉટ જાહેર કરાયો હતો. આ ર્નિણય બદલ આરસીબીના ખેલાડી વિરાટ કોહલીએ પણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. વેડને પાક્કો અંદાજ હતો કે પહેલા બેટને બોલ સ્પર્શ્યો છે જેથી તેણે ડીઆરએસ લીધું હતું પરંતુ ર્નિણય તેના પક્ષમાં આવ્યો નહતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન આ કારણથી રોષે ભરાયો હતો અને કંઈક બબડતા ગ્રાઉન્ડ છોડતો જણાયો હતો.
ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આઈપીએલ મેચમાં ગુજરાતના બેટ્સમેન મેથ્યુ વેડને આઉટ આપવાના ર્નિણયની ચોતરફ ચર્ચા થઈ રહી છે. મેથ્યુ વેડને ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદ ડીઆરએસ લેવાતા તેમાં પણ ર્નિણયને યોગ્ય ઠેરવવામાં આવતા વેડ રોષે ભરાયો હતો. તેણે ડ્રેસિંગરૂમમાં જઈને હેલ્મેટ ફેંકી હતી અને બેટ પછાડ્યું હતું. મેથ્યુ વેડને આ ગેરવર્તણૂક બદલ દોષી ઠેરવતા તેને ઠપકો આપવામાં આવ્યો હતો.