આજે ‘માતૃભાષા દિન’: જાણો દુનિયામાં કઇ ભાષા સૌથી વધારે બોલાય છે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભાષા એટલે જ્ઞાન કે લાગણીના આદાન પ્રદાનનું સૌથી મજબૂત માધ્યમ, પણ તેમ છતાં આ માધ્યમ ઘણું નબળું સાબિત થાય છે. દરેક વ્યક્તિ માટે માતૃભાષાનો મતલબ અલગ અલગ છે. ભારતમાં લગભગ બાવીસ જેટલી ભાષાઓ બોલાય છે. દરેક ભાષા ભારતની ચલણી નોટો પર લખાય છે. ભારતની માતૃભાષા હિન્દી છે. ભારતના લોકો હિન્દી ભાષી ફિલ્મો જુવે છે. તદ્ઉપરાંત ક્ષેત્રીય ભાષાની ફિલ્મો પણ જોવાય છે. ભારતમાં માતા પિતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માંગે છે. એવું માનવામાં આવે છે કે ઇંગ્લિશ માત્ર ભાષા નથી પણ બુદ્ધિ માપવાનું સાધન છે. ભારતની ચલણી નોટો પર પંદર ભાષા લખાય છે. આ ભાષાઓ આ પ્રમાણે છે. આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઓરિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દુ તદ્ઉપરાંત મૈથિલી, ડોગરી, બોડો, મણિપુરી, સાંતળી અને સિંધી ભાષાઓ પણ બોલાય છે.

દુનિયામાં બોલાતી ઘણી બધી ભાષાઓમાં મુખ્ય દસ ભાષાઓ નીચે મુજબ છે.

  1. ચાઈનીઝ જે 120 કરોડ લોકો બોલે છે
  2. સ્પેનિશ જે 40 કરોડ લોકો બોલે છે
  3. ઇંગ્લિશ જે 36 કરોડ લોકો બોલે છે પણ ઇંગ્લિશ સૌથી વધુ દેશોમાં બોલાતી ભાષા છે કારણ કે અંગ્રેજોએ આખા વિશ્વ પર રાજ કર્યું હતું
  4. હિન્દી
  5. અરેબિક
  6. પોર્ટુગુઈઝ જે 21.5 કરોડ લોકો બોલે છે.
  7. બંગાળી ભાષા જે 17 કરોડ લોકો બોલે છે.
  8. રશિયન
  9. જાપાનીઝ
  10. પંજાબી

ભાષા અને બોલી એકબીજાથી અલગ છે. એક જ ભાષા જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે બોલાય છે. આપણને ખબર છે કે ગુજરાતી ભાષા સૌરાષ્ટ્રમાં અલગ રીતે બોલાય છે તો ઉત્તર ગુજરાતમાં અલગ રીતે બોલાય છે. આ રીતે ભારતભરમાં કુલ 22 ભાષા અને 720 બોલીઓ છે. આખા વિશ્વમાં લગભગ 7106 ભાષાઓ બોલાય છે.

KP.com MB

 

અહીં દર્શાવેલી આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે કે  કેવી રીતે એક ભાષાનો સમય સાથે કેવી રીતે વિકાસ થાય છે. 400-500 વર્ષમાં એક ભાષા તદ્દન અલગ થઈ જાય છે. જો તમે 500 વર્ષ પહેલાનું કોઈ ગુજરાતી લખાણ વાંચશો તો તે તમને સમજવામાં મુશ્કેલ પડશે સમયના વહેંણ  પ્રમાણે ભાષામાં નવા શબ્દો પણ જોડાય છે. અહીં દર્શાવેલી આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે કે  કેવી રીતે એક ભાષાનો સમય સાથે કેવી રીતે વિકાસ થાય છે. 400-500 વર્ષમાં એક ભાષા તદ્દન અલગ થઈ જાય છે. જો તમે 500 વર્ષ પહેલાનું કોઈ ગુજરાતી લખાણ વાંચશો તો તે તમને સમજવામાં મુશ્કેલ પડશે સમયના વહેંણ  પ્રમાણે ભાષામાં નવા શબ્દો પણ જોડાય છે.  કોઈ પણ ભાષા  બોલવા માટે 3000 શબ્દો પૂરતા છે. માતૃભાષામાં બે શબ્દો સંતાયેલા છે માતૃ અને ભાષા માતૃ એટલે માતા અને ભાષા એટલે બોલી, તમે કેટલી પણ કોશિશ કરશો પણ સપના તમને માતૃભાષામાં આવશે. ભાષા તમારા મનમાં ચાલતા વિચારોની પણ છે તમે એજ ભાષામાં વિચારો છો જેમાં તમે ખુબ સ્પષ્ટ છો ચાઈનીઝ, જાપાનીઝ, ઇટાલિયન, જર્મન લોકો કોઈ નવી શોધ કરે છે તો એ પહેલા તેમની માતૃભાષામાં કરે છે અને પછી એ ઇંગ્લિશમાં વિશ્વ સમક્ષ લાવે છે. જયારે આપણા દેશમાં કોઈ પણ નવું રિસર્ચ ઇંગ્લિશમાં કરવામાં આવે છે. આપણે લોકો જ આપણી માતૃભાષાનું અપમાન કરીએ છીએ. તો ચાલો આપણે આજથી પ્રણ લઈએ કે આપણે પણ આપણી માતૃભાષાનું રક્ષણ કરીશું અને એની પર ગર્વ કરીશું।

 

TAGGED:
Share This Article