મહારાષ્ટ્રના માથેરાનનુ નામ આવતાની સાથે જ દેશના સૌથી ખુબસુરત અને નાના હિલ સ્ટેશનની યાદ તાજી થઇ જાય છે. માથેરાન આજે શહેરી ભારતીય લોકો માટે લોકપ્રિય વીકેન્ડ ગેટવે તરીકે છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ભારતના જુદા જુદા ભાગોમાંથી પહોચે છે. તેની ખુબસુરતી ચોક્કસપણે માણવા જેવી રહેલી છે. માથેરાનનો અર્થ પહાડી પર વન્ય વિસ્તાર થાય છે. ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે માથેરાન એશિયામાં એકમાત્ર ઓટોમોબાઇલ ફ્રી હિલ સ્ટેશન છે. જેની અનેક વિશેષતા તમામ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના ખુબસુરત ૩૮થી વધારે લુક આઉટ પોઇન્ટ પણ તમામનુ ધ્યાન ખેંચે છે.
આ તમામ લુક આઉટમાં એક પેનોરમા પોઇન્ટ પણ છે. જે આસપાસના વિસ્તારથી ૩૬૦ ડિગ્રી વિવ્યુ આપે છે. માથેરાન મહારાષ્ટ્ના રાયગઢ જિલ્લામાં સ્થિત છે. આના સંબંધમાં વધારે માહિતી ધરાવનાર લોકો કહે છે કે તે દરિયાઇ સપાટીથી આશરે ૨૬૨૫ ફુટની ઉંચાઇએ સ્થિત છે. તે વેસ્ટર્ન ઘાટ પર સ્થિત છે. તે મુંબઇથી આશરે ૯૦ કિલોમીટરના અંતરે અને પુણેથી ૧૨૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. માથેરાન તમામ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા તેને ઇકો-સેન્સેટિવ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. પેનોરમા પોઇન્ટની ખાસ વિશેષતા રહેલી છે.
આ પોઇન્ટથી સનસેટ અને સનરાઇઝના વ્યુ ખુબ શાનદાર રીતે લઇ શકાય છે. આવી જ રીતે લુઇસા પોઇન્ટ પ્રબળ કિલ્લાના ક્રિસ્ટલ Âક્લયર વ્યુ આપે છે. અન્ય જે પોઇન્ટ ખુબ લોકપ્રિય થયેલા છે તેમાં વન ટ્રી હિલ પોઇન્ટ, મન્કી પોઇન્ટ, પોરક્યુ પાઇન પોઇન્ટ, રામગઢ પોઇન્ટ અને અન્ય પોઇન્ટ આવેલા છે. જે તમામ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં રહેવા માટે પ્રવાસીઓ માટે અનેક હોટેલો અને રેસ્ટોરન્ટ રહેલા છે. જેમાં તમામ પ્રકારની સુવિધા પ્રવાસીઓ માટે રહેલી છે. અહીં અનેક પારસી બંગલાઓ પણ આવેલા છે. માથેરાનમાં ગયા બાદ પ્રવાસીઓને જુની બ્રિટીશ સ્ટાઇલના આર્કિટેક્ચરના ખુબસુરત સ્થળો જાઇ શકાય છે. રસ્તાઓને લઇને પણ કોઇ સમસ્યા નથી. માથેરાનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચવા લાગ્યા છે જેથી તેને લઇને મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ આની ખુબસુરતીને વધારી દેવા માટે વિવિધ પહેલ કરવામાં આવી ચુકી છે. ભૌગોલિક રીતે જાવામાં આવે તો પથ્થરના પ્રકારના પહાડ તમામનુ ધ્યાન ખેંચે છે. ઇતિહાસ પર નજર કરવામા આવે તો માથેરાનની ોળખ મે ૧૮૫૦માં થાણે જિલ્લાના તત્કાલીન જિલ્લા કલેક્ટર હગ માલેટ દ્વારા શોધી કાઢવામાં આવ્યા બાદ આની તરફ ધ્યાન આપવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ બોમ્બેના તત્કાલીન ગવર્નર એલફિનસ્ટોન દ્વારા આને ભાવિ હિલ સ્ટેશન તરીકે વિકસિત કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. કાળઝાળ ગરમીથી બચવાના ઇરાદા સાથે લોકપ્રિય રિસોર્ટ તરીકે માથેરાનને બ્રિટીશ શાસકો દ્વારા વિકસિત કરવામાં આવ્યા બાદ તેની લોકપ્રિયતા અને ખુબસુરતી વધતી ગઇ છે. માથેરાન લોકપ્રિય સ્વતંત્રત સૈનાની વીર બાઇ કોટવાલના જન્મ સ્થળ તરીકે પણ છે. એક વાળંદ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. રાજ્ય સરકારે ત્યારબાદ તેમની યાદમાં એક સ્મારક પણ બનાવવામાં આવ્યુ હતુ. વર્ષ ૧૯૦૭માં માથેરાન હિલ રેલવેનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. માથેરાન હિલ રેલવે માથેરાન લાઇટ રેલવે તરીકે પણ લોકપ્રિય છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જા ક તેને વર્લ્ડ હેરિટેજની સાઇટોમાં સ્થાનમાં મુકવામાં સફળતા મળી નથી. ભારતના અન્ય હિલ રેલવે જેમ કે દારજિલિંગ રેલવે, કાંગરા વેલી રેલવે સ્ટેશન , નિલગીરી માઉન્ટેન રેલવે આ યાદીમાં સામેલ છે. ગરમીની સિઝનમાં ફરવા માટે આને સૌથી આદર્શ સ્થળો પૈકી એક તરીકે ગણી શકાય છે. આની લોકપ્રિયતા હવે સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનો પૈકી એક તરીકે વધી રહી છે. ગુજરાતમાંથી સૌથી મોટી સંખ્યામાં લોકો આ જગ્યાએ ફરવા માટે પહોંચે છે.