નોકરીના સ્થળ પર સાનુકુળ વાતાવરણ સર્જવાના તમામ પ્રયાસો વચ્ચે ૧૮ લાખ મહિલાઓની નોકરી જવાનો ખતરો તોળાઇ રહ્યો છે સમાજમાં મહિલાઓને આપવામાં આવતા સન્માનને લઇને નારા તો ખુબ લગાવવામાં આવે છે પરંતુ માતૃત્વના પ્રત્યે તે સંવેદનશીલતા લોકાચારમાં જાવા મળી રહી નથી જેની અપેક્ષા તમામ લોકો હમેંશા કરતા રહે છે. માતૃત્વ અવકાશ અને સંવેદનહીનતાની સ્થિતી પ્રવર્તી રહી છે. નોકરી કરતી મહિલાઓને માતૃત્વ સુરક્ષા અને પૌષણ માટે આરામ, સંતુલિત ભોજન અને ટેન્શનમુક્ત માહોલની જરૂર હોય છે પરંતુ અમારા દેશમાં આનો કેટલો અભાવ રહેલો છે તે બાબત નવજાત શિશુના મોતના આંકડાથી પણ જાણી શકાય છે.
ખાસ કરીને નોકરી કરતી મહિલાઓ ગર્ભવતી થવાની સાથે જ તેના માટે નોકરીનુ સ્થળ નફા નુકસાન પર આધારિત એવુ સ્થાન બની જાય છે કે જ્યાં રજા લેવાની બાબત તેના માટે અભિશાપ સમાન બની જાય છે. સાથે સાથે પરત નોકરી પર ફરવાની બાબત તેના માટે ધુંધળી બની જાય છે. તાજેતરમાં જ કર્મચારીઓને મળનાર સુવિધાને લઇને ભારે ચર્ચા જામી હતી. કર્મચારીઓને મળનાર સુવિધા પર કામ કરનાર સંસ્થા ટીમલીઝના ૩૦૦ કંપનીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસના તારણ જારી કરવામાં આવ્યા હતા. તેના અભ્યાસ બાદ જે સર્વેના તારણ જારી કરવામાં આવ્યા છે તે તમામ લોકોની આંખ ખોલે તેવા રહ્યા છે. તેના મુજબ વર્ષ ૨૦૧૮-૧૯માં ૧.૬ ટકાથી ૨.૬ ટકા મહિલાઓની નોકરી જઇ શકે છે. અથવા તો વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧ લાખથી ૧૮ લાખ મહિલાઓની નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. જા કે વર્ષ ૨૦૧૭માં ભારતમાં નોકરી કરતી મહિલાઓમાટે કાર્યના સ્થળ પર સાનુકુળ વાતાવરણ સર્જવા અને તેના પરિવારની જવાબદારીની વચ્ચે સંતુલન જાળવવા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. કાયદામાં ફેરફારો કરીને પ્રસુતિ રજાની અવધિ વધારીને ૨૬ સપ્તાહ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને દેશ માટે મોટી સિદ્ધી તરીકે ગણાવીને કહ્યુ છે કે તેમના મનને ખુબ શાંતિ થઇ રહી છે. પોતાના મન કી બાત કાર્યક્રમમાં મોદી આ અંગેની વાત કરી ચુક્યા છે. ભારતમાં મહિલા કર્મચારીઓની સંખ્યા ૨૦૦૫માં ૩૭ ટકા હતી જે હવે ઘટીને ૨૦૧૩માં ૨૭ ટકા થઇ ગઇ છે. વધવાના બદલે મહિલા કર્મચારીઓની સંખ્યામાં ઘટવાની બાબત ચોક્કસપણે ચિંતાજનક છે. આઠ વર્ષમાં ૧૦ ટકાના ઘટાડાને કામકાજ કરતી મહિલાની જવાબદારીની સાથે જાડીને જાવામાં આવે છે. વડાપ્રધાન મોદીની આશાની બિલકુલ વિરુદ્ધમાં આ કાયદો નોકરી કરતી મહિલાઓની પરેશાની માટે કારણ બની ગયુ છે. કામકાજી મહિલાઓને માતૃત્વ સુરક્ષા અને પૌ,ણ માટે આરામ, સંતુલિત ભોજન અને ટેન્શનફ્રી માહોલની જરૂર હોય છે.
પરંતુ અમારા દેશમાં આનો ભારે અભાવ રહેલો છે. આંકડા પરથી આ બાબત સાબિત થઇ જાય છે. અમારા દેશમાં નવજાત શિશુના મૃત્યુના આંકડા ખતરનાક અને ચિંતા ઉપજાવે તેવા રહેલા છે. વર્ષ ૨૦૦૮થી વર્ષ ૨૦૧૬ વચ્ચે ૧.૨૩ કરોડ બાળકોપોતાના પાંચમા જન્મદિનને પણ ઉજવી શક્યા નથી. એટલે કે અસમય કાળમાં ગ્રાસ થઇ ગયા છે. આ તથ્યને નજર અંદાજ કરી શકાય નહીં કે નાના ઉદ્યોગો માટે પોતાના કમર્ચારીઓને છ મહિનાની રજા આપવાની બાબત સરળ નથી. કામ વગર છ મહિના સુધી પગાર આપવાની બાબત નાના ઉદ્યોગો માટે બિલકુલ સરળ નથી. સરકારને આવા નાના ઉદ્યોગોને વધારાના લાભ આપવાની સાથે સાથે પિતૃત્વ રજા આપવા માટેની પણ વિચારણા કરવી જાઇએ. લૈગિંગ સમાનતાને લઇને આવા પગલા કામકાજી મહિલાઓને રાહત સમાન પુરવાર થઇ શકે છે. માતૃત્વ રજા અને સંવેદનહિનતા સ્પષ્ટ પણે જાઇ શકાય છે. માતૃત્વ અને સંવેદનશીલતા બન્ને સાથે નજરે પડે તે જરૂરી છે. કારણકે માત્ર મહિલાઓના સન્માનની વાત કરવાથી ચાલશે નહી. લોકાચારમાં બાબત જરૂરી છે.