જામકંડોરણામાં સામૂહિત આપઘાત, માતાએ બંને સંતાનોને ઝેર આપી પોતે કરી લીધી આત્મહત્યા

Rudra
By Rudra 1 Min Read

રાજકોટના જામકંડોરણામાં શ્રમિક કુટુંબે સામૂહિક આત્મહત્યા કરી છે. દાહોદના શ્રમિક કુટુંબે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. દાહોદના સનાળા ગામે વાડી વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. શ્રમિક કુટુંબે ઝેરી દવા પીતા માતા અને બે સંતાનોના મોત થયા છે. જો કે આ આત્મહત્યાનું કારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે.

માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ત્રણેયના મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે. આત્મહત્યા પાછળની દુષ્પ્રેરણા કોઈની પણ હશે પછી તે પતિથી લઈને કોઈપણ કુટુંબીની હશે તો પોલીસ તેના માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધશે. પોલીસે આસપડોશના લોકોની કેફિયત લીધી છે અને સગાસંબંધીઓના નિવેદન લેવાનું પણ શરૂ કર્યુ છે. તેની સાથે મૃતકના મોબાઇલ ફોનની વિગતો પણ મેળવી છે અને છેલ્લા કોલ રેકોર્ડ પણ પોલીસ ચકાસી રહી છે. આના પરથી પોલીસને આત્મહત્યા પૂર્વેની વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ આવી જાય છે.

Share This Article