સંયુક્ત રાષ્ટ્રે કુખ્યાત ત્રાસવાદી જેશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરીને નવી ચર્ચા જગાવી છે. સંયુક્ત રાષ્ટ્રે ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટન જેવા દેશોના પ્રસ્તાવ પર આ નિર્ણય કર્યો છે. છેલ્લી ત્રણ વખતથી પ્રસ્તાવની સામે વીટોનો પ્રયોગ કરનાર ચીને આ વખતે આ પ્રસ્તાવને પાસ કરવામાં કોઇ અડચણો ઉભી કરી ન હતી. અત્રે નોંધનીય છે કે ફેબ્રુઆરી મહિનમાં ૧૪મી તારીખે જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં જેશે મોહમ્મદે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૧ જવાન શહી થયા હતા. આ હુમલા માટે પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માટે ભારતે એક પખવાડિયાની અંદર જ તેની સરહદમાં ઘુસીને એર સ્ટ્રાઇક કરી હતી. તેમના ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી માર્યા હતા.
આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો ખાતમો થયો હત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારબા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય દેશોનો સંપર્ક કરીને જેશના લીડર મસુદ અજહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા માટે સામુહિક પહેલ કરવા માટે સતત પ્રયાસ કર્યા હતા. તેમાં આખરે ભારતને સફળતા હાથ લાગી ગઇ છે. મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યો છે.ભારતમાં કેટલાક ભયાનક ત્રાસવાદી હુમલા કરવા માટે જવાબદાર મસુદ પર સકંજા મજબુત કરવામાં આવી ચુક્યો છે પરંતુ હજુ અનેક પગલાની જરૂર દેખાઇ રહી છે. જેશે મોહમ્મદને જા પાકિસ્તાન સરકાર હવે સેના અને અન્ય. આઇએસઆઇના સંરક્ષણને આપશે નહી તો તે પોતાના નેટવર્કને ફેલાવી શકશે નહીં. દુનિયાભરમાં તેના ત્રાસવાદના નેટવર્ક પર બ્રેક મુકાશે અને ધીમે ધીમે ભાંગી પડશે. દુનિયાના કુખ્યાત ત્રાસવાદીઓ પૈકી એક મસુદ અઝહરને વર્ષ ૧૯૯૪માં જમ્મુ કાશ્મીરના જુ જુ ત્રાસવાદી જુથો વચ્ચે તાલમેલ બેસાડીને તેમને એક કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હત.
મસુદ અઝહર અહીં પોતાના ઇરાદામાં સફળ થાય તે પહેલા જ ઝડપાઇ ગયો હતો. પોલીસે કઠોર વલણ અપનાવવાની શરૂઆત કરતા તે તમામ રાજ જાહેર કરવા લાગી ગયો હતો.પરંતુ મસુદ અઝહરને જેલમાંથી મુક્ત કરાવવા માટે ૧૯૯૯માં એર ઇÂન્ડયાના એક વિમાનનુ ત્રાસવાદીઓ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેને કંધહારમાં લઇ ગયા હતા. જેના લીધે મસુદ અને અન્ય ત્રણ ત્રાસવાદીઓને મુક્ત કરવા માટે એ વખતની વાજપેયી સરકારને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. વિમાનમાં રહેલા યાત્રીઓના બદલામાં આ ત્રણેય ત્રાસવાદીઓને છોડી દેવામાં આવ્યા હતા. સંસદ ભવન પર ત્રાસવાદી હુમલાની યોજના પણ તેના દ્વારા જ ઘડી કાઢવામાં આવી હતી. પઠોણકોટ એરબેઝ પર હુમલો પણ આ મસુદ દ્વારા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને પણ મરાવી નાંખવાના પ્રયાસ પણ કર્યા હતા. જા કે તેમાં તેને સફળતા મળી ન હતી. ઉરી અને પુલવામાં હુમલાની ઘટના બાદ ફ્રાન્સ, અમેરિકા અને અન્ય દેશોએ પાકિસ્તાન પર તીવ્ર દબાણ વધારી દીધુ હતુ. તમામ દેશો મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા માટે ભારતના પ્રસ્તાવની તરફેણમાં ઉભા થઇ ગયા હતા.
આ દેશોએ ચીનના જિદ્દી વલણનો સામનો કરવા માટે પણ રણનિતી તૈયાર કરી હતી. ચીનને એવી ચેતવણી આપવામાં આવી હતી કે જા તે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતીમાં ફરી પ્રસ્તાવનો વિરોધ કરશે તો તેને સીધી રીતે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવામાં આવશે. આખરે ચીનને તેની ભુલ સમજાઇ ગઇ હતી. સંયુક્ત રાષ્ટ્રે ત્યારબાદ મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કર્યો હતો. પાકિસ્તાનને એક મોટો ફટકો પડી ગયો છે. વડાપ્રધાન મોદી કહી ચુક્યા છે કે અજહરનો મુદ્દો તો હાલમાં શરૂઆત છે. ભારતના પ્રયાસ હજુ જારી રહેનાર છે. પાકિસ્તાન દ્વારા હાલમાં જે પ્રતિક્રિયા આપવામાં આવી છે તેનાથી સંકેત મળે છે કે તેની સામે હજુ વધારે દબાણ લાવવાની જરૂર છે. પાકિસ્તાન હવે ભલે દબાણમાં તમામ પ્રતિબંધ લાગુ કરવાની વાત કરે પરંતુ હજુ તમામ બાબતો પર ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.ભારતની હવે આના કરતા પણ મોટી જીત તો એ રહેશે કે પાકિસ્તાન આ કુખ્યાત ત્રાસવાદીઓને ભારતને સોંપવા માટે તૈયાર થઇ જાય. મસુદ અઝહર, જાકીઉર રહેમાન લખવી અને હાફિજ સઇદનો સમાવેશ થાય છે. હજુ સુધી તેમની સામે પાકિસ્તાનમાં કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યાં સુધી તેમની સામે કાર્યવાહી કરવામાં નહં આવે ત્યાં સુધી ભારતમાં ત્રાસવાદી ગતિવિધી રોકાઇ જશે તે અંગે વાત કરવી યોગ્ય રહેશે નહીં.