જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર કરવામા આવેલા આત્મઘાતી હુમલા માટેની જવાબદારી સ્વીકારનાર જેશે મોહમ્મદના ત્રાસવાદી લીડર મૌલાના મસુદ અઝહરના મામલે ચીનની ઇજ્જિત સમગ્ર દુનિયામાં ખરાબ થઇ છે. મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર થતા વીટોનો ઉપયોગ કરીને ચને બચાવી લીધો છે પરંતુ તેની છાપ દુનિયામાં ખરડાઇ છે. ચીનના વર્તનની વિશ્વભરમાં ટિકા થઇ રહી છે. મસુદન વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાને લઇને ચીને ભારતની સામે હમેંશા અડચણો ઉભી કરી છે. ચીનની વૈશ્વિક સ્તર પર ટિકા થઇ રહી છે. ત્રાસવાદના મુદ્દા પર તેના ખતરનાક ઇરાદા વિશ્વ સમક્ષ ઉજાગર થઇ ગયા છે. ફ્રાન્સે લાલ આંખ કરી દેતા અમેરિકાન પણ કઠોર વલણ અપનાવવાની જરૂર પડી છે.
જાણકાર લોકોનુ કહેવુ છે કે જે રીતે વર્તમાન મોદી સરકારે આતંકવાદના મુદ્દા પર અતિ કઠોર વલણ અપનાવ્યુ છે જે જાતા આગામી દિવસોમાં ચીનની સામે પણ દબાણ વધી શકે છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં મસુદન સતત બચાવીને પાકિસ્તાનન પરોક્ષ રીતે મદદ કરી છે. સાથે સાથે ત્રાસવાદની પણ એક રીતે તો મદદ કરી છે.મસુદને પકડીને સજા કરવા માટે વૈશ્વિક નેતાઓ માંગ કરી રહ્યા છે ત્યારે ચીને હજુ સુધી આ મામલે હજુ ઉદાસીન વલણ અપનાવ્યુ છે. ચીનની સામે વૈશ્વિક સ્તર પર દબાણ લાવવામાં આવે તે જરૂરી છે.
વિતેલા વર્ષોમાં પણ મસુદની અનેક હુમલામાં સીડી સંડોવણી રહી છે છતાં પાકિસ્તાને કોઇ કાર્યવાહી કરી નથી. દુનિયાના દેશો પણ અપેક્ષા કરતા વધારે કઠોર વલણ અપનાવે તે જરૂરી છે. ચીનને આથિક રીતે કમજોર કરવાની રણનિતી દુરગામી પરિણામ આપી શકે છે. વિશ્વભરમાં ટિકા થયા બાદ ચીને હવે દરરોજ નવા નવા ખુલાસા કરવાની શરૂઆત કરી દીધી છે.