મુંબઈ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયન ટોચની ૧૦ ભારતીય કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૧.૬૯ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ટીસીએસ અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. બ્રોડર માર્કેટમાં તેજીની અસર માર્કેટ મૂડી ઉપર જાવા મળી છે. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી અને આરઆઈએલ સહિત આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં પાંચ ટકાનો અથવા તો ૧૬૬૨ પોઇન્ટનો મોટો ઉછાળો રહ્યો હતો અને સેંસેક્સ ૩૫૦૧૧ની સપાટીએ રહ્યો હતો.
સૌથી વધુ માર્કેટ મૂડી ધરાવતી ટીસીએસની માર્કેટ મૂડીમાં ૪૧૩૫૧.૨૮ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૭૧૬૬૩૦.૪૩ કરોડ થઇ ગઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડી ૩૩૩૩૩.૩૩ કરોડ વધીને ૨૫૪૭૫૨.૩૫ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસીની માર્કેટ મૂડી પણ ઉલ્લેખનીયરીતે વધી ગઈ છે. આરઆઈએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૧૮૭૩૦.૨ કરોડ વધીને ૬૮૦૯૧૦.૬૧ કરોડ થઇ છે. હિન્દુસ્તાન યુનિલીવર અને ઇન્ફોસીસની માર્કેટ મૂડી આ ગાલા દરમિમયાન ક્રમશઃ ૧૫૮૩૪.૪ કરોડ અને ૧૨૪૭૧.૮ કરોડ વધીને નવી સપાટીએ પહોંચી છે. બે કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે તેમાં કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડી ૪૯૧૦.૮ કરોડ ઘટીને ૨૧૬૧૩૩.૯૭ કરોડ થઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ૪૧૭૧.૮ કરોડ સુધીનો ઘટાડો થયો છે.
આની સાથે જ તેની માર્કેટ મૂડી ૫૨૯૧૨૨.૫૭ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની રેંકિંગની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. ત્યારબાદ આરઆઈએલ, એચડીએફસી બેંક, એચયુએલ, આઈટીસી, એચડીએફસી, ઇન્ફોસીસ, એસબીઆઈનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપ ટેન કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. ટીસીએસે માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો કર્યો છે. હવે આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં માર્કેટ મૂડીને લઇને ફરી એકવાર કંપનીઓ વચ્ચે સ્પર્ધા થશે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ અવિરતપણે પ્રથમ ક્રમાંક ઉપર છે.