જો તમે કેનેડામાં અભ્યાસ કરવા માટે જવા ઇચ્છિત છો, તો તમારા માટે વન સ્ટોપ સોલ્યુસન્સ આવી રહ્યું છે. વિદેશમાં અભ્યાસ કઇ કોલેજમાં એડમિશન પ્રકિયા કેવી રીતે હોય છે તે સહિતની અનેક માહિતી વિશે આપને માહિતગાર કરવા માટે એક અનોખી મેપલ આસિસ્ટ એપ ૨૧ ફેબ્રુઆરીએ નવી દિલ્હી ખાતે લોંચ થવા જઇ રહી છે, જેની જાહેરાત કરવામાં આવી છે. આ એપ કેનેડાની મુખ્ય કોલેજો જેવીકે ફેનશોવ કોલેજ, ડરહમ કોલેજ, જોર્જિયન કોલેજ અને સેંટ ક્લેયર કોલેજની ભારત, ચીન, ફિલિપાઇન્સ, જાપાન, બ્રાઝીલ, મેક્સિકો વગેરે દેશોમાંથી કેનેડામાં અભ્યાસ કરવા ઇચ્છિત વિદ્યાર્થીઓને મદદરૂપ બનશે.
આ એપ વિદ્યાર્થીઓને કેવી રીતે કરશે મદદઃ
- કેનેડાની કોઇપણ કોલેજ અને ત્યાંની એડમિશન પ્રોસેસ વિશે જાણકારી આપે છે.
- કેનેડામાં સેટલ થવા અને ત્યાંની અનોખી સંસ્કૃતિ વિશે પ્રાસંગિક જાણકારી પુરી પાડે છે.
એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મેપલ આસિસ્ટ એપની આ પહેલથી કેનેડામાં હાયર એજ્યુકેશન મેળવવા અ પોતાનું ભવિષ્ય બનાવવા ઇચ્છિત ૧૦ લાખથી વધુ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને મદદ મળશે. આ પહેલ માટે મેપલ આસિસ્ટ એપ દ્વારા સ્કોર્ટિયા બેંક, એર કેનેડા અને એચડીએફસી ક્રેડલિયા સાથે ભાગીદારી કરી છે.
વિદેશી વિદ્યાર્થીઓને કેનેડાની કોલેજ અ યુનિવર્સિટીસ સાથે જોડવા માટે ત્યાંની વિદ્યાર્થીઓના અનુભવોને પણ જાણવામાં આવ્યા છે. આ તથ્યને મેપલ લીડ એજ્યુકનેક્ટ પ્રા. લિ.ના સંસ્થાપક અને સીઇએ વિનય ચૌધરી કહે છે કે આ સાહસની પ્રાસંગિકતાઓને ઓછી આંકી શકાય નહીં, કારણ કે કેનેડામાં હું પોતે એક વિદેશી વિદ્યાર્થી હેવાના રૂપે તેની સારી રીતે જાણું છું કે ત્યાંની કોલેજો વિશે વિશ્વાસપાત્ર જાણકારી વિદ્યાર્થીઓ માટે કેટલી ઉપયોગી સાબિત થઇ શકે છે. એક જગ્યાએ તમામ જાણકારી અને પોતાના મોબાઇલથી જાણકારી મેળવવાની સુવિધા કેનેડામાં અભ્યાસ કરવા ઇચ્છિત વિદ્યાર્થીઓનો તણાવ અડધો અડધ ઓછો થઇ જાય છે.
અમદાવાદના સત્યેન્દ્રજીત ધારીવાલે જણાવ્યું કે એ વિર્ધાર્થીઓ માટે હકીકત બની શકે છે, જેઓએ આ એપનું વીટા વર્ઝન રીલીઝ કર્યું છે. ઓંટોરિયોના રહેવાસી કિશન જીવાની જે કેનેડામાં પ્રેક્ટિકલ એલિમેન્ટ્સ ફોર મિકેનિકલ એન્જિનીયરીંગનો કેર્સ કરી રહ્યા છે તેણે મેપલ આસિસ્ટ એપ વિશે જણાવતા કહ્યું કે આ એપ પહેલીવાર કેનેડા આવનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
મેપલ આસિસ્ટ એપ દ્વારા પૂરી પડાઇ રહેલી માહિતી વિદેશી વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર એજ્યુકેશનલ સર્વિસ મેળવવા ઉપયોગી સાબિત થશે.