ગુજરાતનાં જાણિતા રંગમંચ અને ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કરનાર દિગ્ગજ અભિનેતા મનોજ જોષીને પદ્મશ્રી ઓવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવેલ છે. તેમનાં વિવિધ કિરદાર અને અભિનયનાં સૌ કોઈ ફેન રહ્યાં છે, પરંતુ ટીવી પર ભજવેલ ચાણક્યનાં કિરદારે દરેકનાં મનમાં પોતાની આગવી છાપ છોડી છે.
૫૨ વર્ષનાં મનોજ જોષીને આપણે સૌ આજે પણ “સપનાનાં વાવેતર” નાં અભય તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો “ બે યાર, થઈ જશે, તંબૂરો અને પપ્પા તમને નહીં સમજાય” જેવી ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. તેમની હિન્દી ફિલ્મની જરની પણ અદ્ભૂત રહી છે. સરફરોશ, ચાંદનીબાર, દેવદાસ, પેજ ૩ જેવી અનેક ફિલ્મોમાં તેમનું ઉમદા યોગદાન રહ્યું છે. ભૂલ ભૂલૈયાનાં બદરીનાથ ચતુર્વેદી અને હેરાફેરીનાં કચરા શેઠ તરીકે તેમણે લાખો દર્શકોનાં દિલ જીત્યાં છે.
મનોજ જોષીએ આ વિશે વાત કરતાં જણાવ્યું કે , “ હું પદ્મશ્રી માટે નોમીનેટ થયો તેની ખૂબ ખુશી છે. આ એક રાષ્ટ્રીય સન્માન છે. હું જે કામ કરી રહ્યો છું તેનો મને સંતોષ છે અને આ કામને આગળ ધપાવવા માગુ છું. મારી કારકીર્દી બનાવવામાં મારા માતા પિતા, ફેમિલી, મારા દિગદર્શકો, લેખકો અને સહકલાકારોનો બરાબરનો ફાળો રહ્યો છે.”
શ્રી મનોજ જોષીને ખબરપત્રી.કોમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા.