“અંતે તો, દરેક વ્યક્તિ ઉભા થઇને વખાણ કર્યા. શ્રી (એલકે) અડવાણીએ મને ત્રણ વખત કહ્યું હતું કે, ‘ખૂબ જ સરસ ડિરેક્શન છે!”, એમ મણિકર્ણિકાની અભિનેત્રી કંગના રનૌતે તેના આ ફિલ્મ સાથેના પ્રથમ ડિરેક્ટરલ નવપ્રવેશ વખતે કહ્યું હતું.
બ્રિટીશરોની સામે (૧૮૫૭ના વિપ્લવ) વખતે દેશની સૌપ્રથમ આઝાદીના લડવૈયા તરીકે જાણિતી રાણી લક્ષ્મીબાઈએ આપણા દેશની સૌથી યાદગાર મહિલા યોદ્ધાઓમાંની એક છે. આ રાણી તેની બહાદુરી અને અત્યંત વિશ્લેષણાત્મક કુશળતા માટે જાણીતી છે અને આ પાત્રને કરવા માટે કંગના રનૌટથી બીજું સારું કોણ હોઈ શકે? અભિનેત્રીએ એ જ બહાદુરી અને દેશભક્તિને પ્રદર્શિત કરી છે, હવે, ઝી સિનેમા પર ૧૪મી સપ્ટેમ્બર શનિવારના રોજ સાંજે ૮ વાગે, મણિકર્ણિકાના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર વખતે તે પોતાના અનુભવની નાનામાં નાની વિગતો જણાવે છે.
૧. ફિલ્મના નામ તરીકે, મણિકર્ણિકા શા માટે અને રાણીલક્ષ્મીબાઈ નામ શા માટે નક્કી ન કર્યું.
જ્યારે ફિલ્મમાં પાત્ર રજૂ કરતા હોય, ત્યારે સૌથી વધુ મહત્વની બાબત એ છે કે, તેનો આર્ક જળવાઈ રહે. આપણે બધા જ રાણી લક્ષ્મીબાઈની વાર્તા જાણીએ જ છે, પરંતુ તે રાણી લક્ષ્મીબાઈ કઈ રીતે બન્યા તે જાણવું વધુ રસપ્રદ છે. આજે હું લોકોમાં કંગના તરીકે જાણિતી છું. પરંતુ જો કાલે કોઈ મને મારી બાયોપિક માટે પૂછશે તો, મને લાગે છે કે, લોકો એ જાણવા ઇચ્છતા હોય છે કે, કઈ રીતે નાના શહેરની છોકરી એક સપનાની દુનિયામાં આવે છે અને કંગના કનૌટ બને છે. આપણા માટે એ મહત્વનું હતું કે, મણિકર્ણિકાનો રાણી લક્ષ્મીબાઈ બનવાનો ગ્રાફ દર્શાવવામાં આવે.
૨. તમને એક કલાકાર તરીકે લાવવામાં આવ્યા હતાં અન તમે ફિલ્મના કો-ડિરેક્ટર બની બેઠા. વધારાની જવાબદારી લેવાનું કેવું રહ્યું?
એ હેતુપૂર્વક કરવામાં ન’તુ આવ્યું અને તે બીજા બધા જેટલું જ મારા માટે પણ આશ્ચર્યજનક હતું. પરંતુ આજે, જ્યારે હું સ્ક્રીન પર મારું વિઝન જોઉં છું, ત્યારે તે મારા દિલને અત્યંત ખુશીથી ભરી દે છે, બદલો લેવાના એક નાટ્યને બદલે તે એક દેશભક્તિની ફિલ્મ તરીકે ઉભી આવી છે.
૩. જ્યારે તમે મધ્યમાં એક ડિરેક્ટ તરીકે પ્રવેશ કર્યો ત્યારે તમારો પ્રતિભાવ શું હતો?
જ્યારે પ્રસૂન સર અને લેખકે સુચવ્યું અને ક્રિશ પછી હું આને અનુસરું, ત્યારે મારી પ્રથમ વિનંતી ખરેખર તો, મને સહ-નિર્માતા તરીકે આપવાની હતી, જેમાં મારે સંયોજનમાં કામ કરવાનું હતું. આ એક અત્યંત કડક ફિલ્મ હતી અને મારે અત્યંત ભારેખમ પોશાકો પહેરવા ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યા હતા, સાથોસઆથ એક્શન સિકવન્સ કરવાનું તથા મોનિટરની સામે પાછળ તથા ગળ દોડવાનું પણ હતું. તેમને મને નક્કી કરવા માટે બે-ત્રણ નામ પણ આપ્યા, પરંતુ આ ટાસ્ક એટલો મોટો હતો કે, કોઈ લાંબા સમય સુધી રહેવા જ તૈયાર ન હતા, બે લોકો તો, ભાગી પણ ગયા! લેખક સતત મને મટિરિયલ મોકલતા રહ્યા અને મારી પાસે આ ફિલ્મને સંપૂર્ણપણે ડિરેક્ટ કરવા સિવાયનો બીજો કોઈ વિક્લપ ન હતો. એવું નથી કહેતી કે, મેં કામને માણ્યું નથી, પરંતુ પ્રમાણિકપણે કહું તો, હું મહાકાવ્યના ડિરેક્ટર જેવી વ્યક્તિ નથી. તેમ છતા પણ મને લાગે છે કે, એક ડિરેક્ટર તરીકે મેં ખૂબ જ સારું કામ કર્યું છે.
૪. તમે ૪ વર્ષ પહેલા ન્યુયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી સ્ક્રીનપ્લે લેખનનો એક કોર્સ કર્યો છે. શું તમારામાં હંમેશા ફિલ્મમેકિંગની એક મહત્વકાંક્ષા હતી?
હા, હું હંમેશા ફિલ્મ ડિરેક્ટ કરવા ઇચ્છતી હતી. આ દિવસોમાં, તમે સામાન્ય રીતે, એવું સાંભળો છો કે, ડિરેક્ટર અભિનેતા બનવા ઇચ્છે છે, અને બીજું કંઈ આજુબાજુ ના આવે એ રીતે. એવા અભિનેતા જે ડિરેક્ટ કરે છે, તે ખરેખર પૂર્ણતાથી કામ નથી કરતા. તેમને એવું લાગે છે કે, એક અભિનેતા તરીકે તેમને કેટલીક પ્રસિદ્ધી અને વખાણ મળે છે, તેથી તે શા માટે તેને મૂકી દે અને ફક્ત ફિલ્મ જ ડિરેક્ટ કરે. આ થોડું અધરું લાગે છે પરંતુ, હું મારી જાતને ક્યારેય અભિનેત્રી તરીકે ઓળખતી નથી. તેને મને ક્યારેય આકર્ષિત નથી કરી જેટલી ડિરેક્શને કરી છે.
જ્યારે આ ફિલ્મમાં હું ફક્ત એક કલાકાર હતી, મને નથી ખબર કે બાકીની ફિલ્મની સાથે શું થઈ રહ્યું છે અને તે એક નિરાશાજનક હતું. સેટ પર ખૂબ જ બધું ઉંધુ-ચતું થઈ ગયું હતું… મેં મારી જાતને ઘણી વખત ઇજા કરી દીધી હતી, મારા કપાળ પર લાગ્યું હતું અને મને ચિંતા હતી કે, એક કલાકાર તરીકે હું આને કેટલું આગળ લઈ જઈશ, મારા માટે, ડિરેક્ટર એ ફિલ્મનો હિરો છે અને મારો પ્રથમ પ્રેમ ડિરેક્શન છે.
પરંતુ, મારે આ ફિલ્મને એક વિષય પર બનાવવી હતી અને મને એવું લાગ્યું કે, એ વધુ જરૂરી છે અને તેના વિશે કહેવું પણ જરૂરી છે. એવા કેટલાક વિષય હોય છે, જેના વિશે મને ચર્ચા કરવી ગમે છે અને જ્યારે હું એવું કંઈક કરી નાખું ત્યારે કદાચ મણિકર્ણિકા જેવી કંઈક મહાકાવ્ય બને છે.
૫. મણિકર્ણિકાનું સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયું હતું? એ સમયે ત્યાં કેવો પ્રતિભાવ હતા?
અદ્દભુત! દરેકે દરેક ઉભા થઈ ગયા અને અંતે તો, તેમને તાલીઓ પાડીને વધાવી લીધા! શ્રી (એલકે) અડવાણીએ તો મને ત્રણ વખત કહ્યું કે, ‘ખૂબ જ અદ્દભુત ડિરેક્શન!” અને કેટલોક સુક્ષ્મ ઘોંઘાટ પણ સાંભળ્યો હતો, જ્યારે દરેક લોકો મારા પરર્ફોર્મન્સ વિશે વાત કરતા હતા. પ્રસૂન સરે ત્યારબાદ વર્ણવ્યું કે, તેમને તેમની કારકીર્દીની શરૂઆત એક ફિલ્મ વિવેચક તરીકે કરી હતી. આ રીતે અકસ્માતે ડિરેક્ટર તરીકે રજૂ થવું એ અત્યંત અજીબ હતું.