જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ.
અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.
રામનામ એ વસ્ત્ર છે.ભાષાપ્રભાવ એ અલંકાર છે.
રામકથા મંગલકરનિ છે.રામકથા કળિયુગની કામદુર્ગા ગાય છે.
જે વસ્તુમાં રસ પડે એ ભજન સમજજો.
ચોથા દિવસની કથામાં બાપુએ જણાવ્યું કે પહેલા કહેવાયું એમ આખા રામચરિતમાનસમાં રામકથા શબ્દ ૨૭ વખત આવ્યો છે.મંગલાચરણમાં તુલસિ રઘુનાથગાથા-શબ્દ છે પણ સ્પષ્ટ રામકથા શબ્દનો આરંભ બાલકાંડની ચોપાઇથી થયો છે.રામકથા જગમંગલકરનિ એવું લખાયું છે.અહીં ભનિતિ એટલે કવિતા.તુલસિજી કહે છે કે મારી કવિતા ભદ્દી-ભષાની રીતે કદાચ ખાસ નહિ એવી છે.પોતાની કવિતામાં કંઇ નથી એવું કોઇ સર્જક-કવિ છડેચોક કહે,આવી જેની તૈયારી હોય એ જવિશ્વમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત તરે છે.પણ,તુલસિજી કહે છે કેએમાં જે વસ્તુ છે એ કલ્યાણકારી છે.આથી રામકથા જગમંગલિ છે.મહાકવિ જાયસીએ ચોપાઇ છંદની શરુઆત કરેલી એવું કહેવાય છે.સંતને પાંચ,હનુમંતને છ અને ભગવંત-રામને અયોધ્યાથી સિતા સુધી પહોંચવામાં સાત વિધ્નો આવ્યા છે.સંતને માર્ગે,હનુમંતને સેવવા માટે કે ભગવંતને મેળવવા હશે તો વિધ્વોની તૈયારી રાખવી પડશે.પણ એમને સેવ્યા હશે તો વિધ્નો ખાસ પ્રભાવ પાડી શકશે નહિ. ક્યા ગરમી,ક્યા શરદી જિસને પહન લી ક્રાઇસ્ટ કી વરદી!
જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ.રામાયણમાં અમુક રાજા તપસ્વી છે:સબ પર રામ તપસ્વી રાજા.તાપસ બેસ વિશેષ ઉદાસી,તો દશરથ,જનક,પ્રતાપભાનુ,સત્યકેતુ જેવા યશસ્વી રાજાઓ પણ છે અને રાવણ વાલી જેવા રાજાઓ મનસ્વી .તપસ્યા,તેજસ્વિતા,યશ છતા મનસ્વી ન હોય એ જ જગતમાં પૂજનીય છે. હનુમાનજી સિતાખોજ માટે લંકા ગયા,રાવણની સામે ઘણું લાંબુ પ્રવચન કર્યું,રાવણે કહ્યું કે હે વાનર વાક્છટાથી લાગે છે તું વિદ્વાન છો,એ પછી રાવણે પણ હનુમાનની સામે પોતાનું વિદ્વતાભર્યું પ્રવચન કર્યું ને અંતે પૂછ્યું કે કેવું લાગ્યું મારું પ્રવચન?એક-એક અલંકાર ઉતાર્યા,જાણે ગદ્યમાં પદ્ય ઉતાર્યું.હનુમાનજી કહે બહુ સરસ.રાવણ કહે તો દાદ કેમ ન આપી?કેમ ચમક જોવા ન મળી ચહેરા પર?તું તો તદરદાન ને મૂલ્યાંકન કરી શકે એવો છે!ત્યારે હનુમાનજીએ કહ્યું કે:રાવણ!નારી ગમે એટલા અલંકાર પહેરે પણ વસ્ત્ર ન પહેરે તો સુંદર ન લાગે.અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.તારી વાણીમાં નગ્નતા છે.રામનામ એ વસ્ત્ર છે.ભાષાપ્રભાવ એ અલંકાર છે.આથી મેં દાદ નથી આપી.આમ બાલકાંડની ચોપાઇથી ખરા અર્થમાં રામકથા શબ્દની શરુઆત થઇ છે.રામકથા જગમંગલકરનિ છે.જ્યાં-જ્યાં મમગલ શબ્દ છે ત્યાં શુભ તત્વો જોડાયેલા છે એ રામકથાથી આપણા જીવનમાં આવે જ.ઘરમાં રામકથા હોય તો ઘર મંગલકારી થાય.યાત્રામાં રામકથાનો ગુટકો સાથે હોય તો યાત્રા મંગલકારી થાય,કુબેર સાથે ચાલતો હોય એવું લાગે.જેની પાસે રામકથા હશે એને ક્યારેક ને ક્યારેક મંગલમૂરતિ મળશે જ.જે વસ્તુમાં રસ પડે એ ભજન સમજજો.કારણ કે ભજન સ્વયં રસ છે.માળા ફેરવતાં રસ પડે,કવિતા લખતા,પિરસતા રસ પડે,કથા સાંભળવામાં કે કથા કહેવામાં..જ્યાં પણ રસ પડે એ ભજન છે.
તુલસિ કહે મારી કવિતાની ગતિ આડાઅવળી છે પણ ગંગાપ્રવાહ જેવી છે એટલે પવિત્ર છે.જે મારી વાણીને પવિત્ર તરે છે.મહાભારતનાં કર્ણમાં ધર્મરથનાં બધા જ લક્ષણો હતા પણ સારથિ ખોટો પસંદ કરેલો.રામકથા-ભગવદકથા કેવળ લોકરંજન નથી પણ જનરંજનિ છે.જન એટલે સેવક,દાસ,ભક્ત,હરિદાસ,વૈષ્ણવ,પરમાત્માને ભજે છે એ. રામકથા મંગલકરનિ છે.રામકથા કળિયુગની કામદુર્ગા ગાય છે. કથામાં સ્થાનિક અને જાણિતા કલાકાકોની સાથે રાસની રમઝટ તથા મીઠાનાં રણમાં વાગ્યો છે ઢોલ જેવા ગીતો દ્વારા સમિયાણાને નાચતો કરીને આજની કથાને વિરામ અપાયો. બાપુએ ધોળાવિરાથી સનાતનધર્મ માટેના ગામેગામ મંદિર માટેની બ્લૂપ્રિન્ટ સાથે સવાલાખ રૂપિયા આપી અનોખા અભિયાનની કરી પહેલ
ધોળાવિરાની કથામાં બાપુએ આજે એક અનોખી બ્લૂપ્રિન્ટ,મનમાં ચાલતી વાતની ઘોષણા કરી.બાપુએ જણાવ્યું કે એક આદર્શ ગામ હોય ત્યાં પંચદેવમાંથી કોઇ એક કે પામચેય દેવમંદિર હોય એ શિવમંદિર,રામમંદિર,રાધા-કૃષ્ણમંદિર,દુર્ગામંદિર હોય.વહેતી નદી હોય,એક સારી શાળા હોય,એક આદર્શ શિક્ષક હોય,એક બ્રહ્મવિદ બ્રાહ્મણ હોય-જે વર્ણભેદ વગર બધાનો સ્વિકાર કરતો હોય,એક કથાકાર હોય,એક શીલવંત સાધુ હોય,એક આડાઅવળું ન કરતો હોય એવો તલાટી મંત્રી હોય,સમરસ સરપંચ હોય.
બાપુએ જણાવ્યું કે હું અહી પણ દર્શન તરવા ગયો મારા મનમાં એક સ્પષ્ટ બ્લૂપ્રિન્ટ છે.મંદિર એક સ્ટાન્ડર્ડ-અમારે મહુવા ગુરુકૂળમાં સરસ્વતીજીનું મંદિર છે એવડું,નાનકડું જ.એ ૧૨-૨૫ લાખમાં થઇ જાય અને સનાતન ધર્મ માટે ગામે-ગામ એ જરુરી છે.હું જ્યાં પણ ગામડે કથા કરીશ ત્યાં આવું મંદિર નહિ હોય તો ગામ,યજમાન વગેરે સૌ સાથે મળી બનાવશું.આજે ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી સવાલાખ રુપિયા આપીને અહીં આવા મંદિરની નીંવ રાખી રહ્યો છું.યજમાન તન્ના પરિવાર બધાને મળી હવે આગળનું કામ કરશે.આપણે જયપુરથી સુંદર રામલલા કે રાધાકૃષ્ણ કે મહાદેવ કે મા દુર્ગાની દિવ્ય પ્રતિમાઓ લાવશું.આ જરુરી છે દેવમંદિર હોવું જોઇએ,પંચદેવ કે એમાંના કોઇ એક દેવનું મંદિર બનાવવું.