માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિવસ-૩ તા-૪ એપ્રિલ.જે ક્ષણમાં જીવે છે એ જ ચિરંજીવી છે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ત્રીજા દિવસની કથા પ્રારંભ પહેલા પતંજલિ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિવિધ બાળકો દ્વારા ૨૧ થી પણ વધારે શાસ્ત્રો જેમણે કંઠસ્થ કર્યા હોય એવા નાનકડા બાળકોની પ્રસ્તુતિ રામદેવજી દ્વારા કરવામાં આવી.
 કથા પ્રારંભે બાપુએ કહ્યું કે જે ક્ષણમાં જીવે છે એ જ ચિરંજીવી છે,પ્રતિપળ-હર લમ્હા જીવે છે એ ચિરંજીવી છે.ભગવાન રામ ગુરુગૃહ ભણવા ગયા ત્યારે ખૂબ નાનકડા સમયમાં બધી જ વિદ્યા મેળવી અલ્પકાલ વિદ્યા સબ પાઈ.બાપુએ કહ્યું કે વિદ્યાલય જ્યારે શિક્ષાલય બની જાય છે ત્યારે બાળકો દંડિત થાય છે.રામચરિતમાનસ સ્વયં ગુરુકુળ છે.તો અહીં બ્રહ્મવિદ્યા શું છે?દરેક ગુરુકુળની પોતાની પ્રવાહી પરંપરા હોવી જોઇએ.ભગવાન રામ બ્રહ્મવિદ્યાનું સાક્ષાત મૂર્તિમંત વિગ્રહ છે.રામ ચાલે તો બ્રહ્મવિદ્યા ચાલે છે,રામ સુવે,જાગે તો રામનું બિસ્તર જ બ્રહ્મવિદ્યા છે. બાપુએ કહ્યું કે એક વખત માનસ બ્રહ્મસૂત્ર કથા કરવી છે અને પતંજલિ વિદ્યાપીઠમાં જ કરવી છે એવો મનોરથ છે.અહીં રામચરિત માનસના મંગલાચરણનો પ્રથમ શ્લોક જ બ્રહ્મવિદ્યાનો શ્લોક છે.જ્યાં બ્રહ્મ અક્ષરબ્રહ્મ, શબ્દબ્રહ્મ અને આપણો દેશ,આપણી પરંપરા ગઝબ છે!દરેક શબ્દ સાથે બ્રહ્મ શબ્દ આપણે જોડીએ છીએ.પણ આવા ઘણા જ શબ્દો જોડાય ત્યારે પદ, પંક્તિ,ચોપાઈ બને છે જેને સંધાન-સમુહ કહે છે અને આ બ્રહ્મવિદ્યાનું પ્રતિક છે.માનસનો એક અર્થ હૃદય થાય છે.આથી રામચરિત માનસને માત્ર બુદ્ધિથી નહીં હદયથી પણ જોવું જોઈએ.જ્યાં અક્ષરબ્રહ્મ છે-વર્ણ છે.
વર્ણનાં અર્થ સંઘાનાં રસાનાં છંદસામપિ;
મંગલાનાં ચ કર્તારૌ વંદે વાણિવિનાયકો.
છંદનો મતલબ વેદ છે.રામ અક્ષરબ્રહ્મ છે,શબ્દબ્રહ્મ છે,વાક્યબ્રહ્મ છે,રામ રસબ્રહ્મ છે,રામ સાક્ષાત વેદબ્રહ્મ છે અને આ બધું હોવા છતાં તે મંગલ કરે છે એટલે બ્રહ્મવિદ્યાનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ છે.આ છે ગુરુકૂલ જ્યાં રામને જવું પડ્યું અને બ્રહ્મના બાપ દશરથ પણ ગુરુકુળ ગયા છે.અને અલ્પકાળમાં કઈ કઈ વિદ્યાની પ્રાપ્તિ કરી?આમ તો અગણિત વિદ્યા છે પરંતુ વસિષ્ઠનાં ગુરુકુળમાંથી નવ પ્રકારની ભક્તિ, ભક્તિ એટલે ભાગવતી કે રામચરિત માનસની નવધા ભક્તિ કરતા અલગ છે.રામ સંતોનો સંગ કરે છે અને ભગવાનની કથામાં રુચિ-એટલે રામ કહે મારી કથામાં નહીં પણ મેં જેને મારો માન્યો છે એની કથામાં હું રૂચિ રાખું છું.ગુરુના ચરણની સેવા કરે છે, ગુણ સંકીર્તન-એ આપણા ગર્વ માટે નહીં પણ પરમાત્માએ આપણને આપ્યું છે એ ગૌરવ માટે પણ સ્વયંના ગુણ કિર્તન કરવા જોઈએ.કોઈ મંત્રમાં શ્રઘ્ધા વિશ્વાસનો મતલબ મારા મંત્રમાં નહીં પણ ભરતના નામનો મંત્ર સતત જપે છે.રામમાં બધા જ પ્રકારના સમ,દમ,શીલ દેખાય છે.બાપુએ કહ્યું કે વન અને કાનનમાં એટલું અંતર છે કે જ્યાં જે સ્થાનમાં રહેવામાં સુખ અને સુખ જ મળે એ કાનન છે.કાશીને આનંદકાનન કહે છે.કોઈનો દોષ સપનામાં પણ રામને દેખાતો નથી અને જેટલું પણ મળ્યું-રાજ મળ્યું કે વનવાસ મળ્યો બંનેમાં સંતોષ છે.રામમાં સરળતા, છળ વગરનું જીવન-આ નવ ભક્તિ છે.
રામ ભણવા ગયા.શું શીખ્યા?માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ,આચાર્ય દેવો ભવ- આ એક પંક્તિમાં દેખાયું છે. પ્રાત:કાલ ઉઠીકે રઘુનાથા;
માતુ પિતા ગુરુ નાવહિ માથા.
વનવાસમાં તાપસ આવે છે એ અતિથિ દેવો ભવ છે. રામની ભાતૃભક્તિ-ચારે ભાઈઓ મળીને ખાય છે. રામની પત્ની ભક્તિ.પતિ ભક્તિ તો દરેક ભારતીય નારીમાં હોય છે,દરેક નારી પોતાના પતિને દેવતા માને છે,પણ ગુરુકુળમાંથી રામ પત્નીભક્તિ શીખીને આવ્યા અને જાનકી માટે રડ્યા છે.રામની સખા ભક્તિ-સુગ્રીવને કહે છે કે તું કેવો પણ હો એક વખત તારી સાથે દોસ્તી થઈ ગઈ છે એટલે તમામ કાર્ય મારા પર છોડી દે.રામની પ્રજાભક્તિ અને રામ ગુરુકુળમાંથી શિવભક્તિ શીખીને આવ્યા.

2
Share This Article