દુનિયામાં એવા એનેક લોકો છે કે જેઓ પોતાનામાં રહેલી શક્તિઓથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. જેઓ વિશ્વને વિચાર કરતાં મુકી દે છે કે- શું આ સંભવ છે?
આવી જ એક વ્યક્તિ હરિયાણાના મહેંદરગઢના ડેરોલી ગામમાં રહે છે, જેના પર હવામાનની કોઇ અસર જણાતી નથી. આ વ્યક્તિનું નામ છે – સંતલાલ. સંતલાલનું શરીર ઋતુથી વિપરિત દિશામાં ચાલે છે, પરંતુ તેમને કોઇ બિમારી નથી.
ખબરીલાલના અહેવાલ મુજબ ૫૮ વર્ષીય સંતલાલને લઇને શોધકર્તાઓ પણ અસમંજસમાં છે. હાલમાં હરિયાણામાં ૪૦ ડિગ્રીની આસપાસ પારો જોવા મળે છે, પરંતુ સંતલાલ રજાઇ ઓઢેલી સ્થિતિમાં જોવા મળે છે. તાપણું કરી ગરમી મેળવી રહ્યા છે. આટલી ગરમીમાં તેમનો આ વ્યવહાર આશ્ચર્ય પમાડનાર સાબિત થઇ રહ્યો છે. જોકે, સંતલાલનું શરીર ઋતુથી વિપરિત ચાલે છે, એટલે કે ગરમીમાં તેમને ઠંડી અને ઠંડીમાં ગરમી લાગે છે. જૂન મહીનામાં જ્યાં લોકો પરસેવાથી પલળી જતા હોય છે, ત્યારે સંતલાલને પરસેવો જ થતો નથી.
આવી જ રીતે લોકો જ્યારે શિયાળામાં ઠંડીમાં ધ્રુજી જાય છે, ત્યારે કડકટતી ઠંડીમાં સંતલાલ બરફની પાટ પર સૂઇ જાય છે. સવારે પાંચ વાગે ઉઠી તળાવમાં નહાવા માટે જાય છે. સંતલાલે જણાવ્યું કે તે બાળપણથી આવા છે. તેમને ક્યારેય કોઇ બીમારી થઇ નથી. સંતલાલની પત્નિએ જણાવ્યું કે સંતલાલને જિલ્લા તંત્ર સમ્માનિત કરી ચૂક્યું છે અને તેમની મદદ પણ કરી છે. બહારથી તબિબોની ટીમે પણ આવી તપાસ કરી પરંતુ કંઇ મળ્યુ નહિ. સંતલાલે જણાવ્યું કે તેમને બરફ પર સૌથી વધુ સમય સૂઇ જનારા વ્યક્તિનો રેકોર્ડ પણ તોડી દીધો છે. આ માણસને લોકો નામથી ઓછું અને મૌસમ વિભાગના નામથી વધુ જાણે છે.
છે…ને અજબ માણસ – સંતલાલ!