કોલકાતા : કોલકાતામાં વર્ષનો સૌથી એક્સાઈટિંગ સમય શરૂ થયો છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩ની ફેન્સ દર વર્ષે રાહ જુએ છે. તેની શરૂઆત ૫મી ડિસેમ્બરે થઈ છે. ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં સલમાન ખાન, મહેશ ભટ્ટ, અનિલ કપૂર, સોનાક્ષી સિંહા અને શત્રુઘ્ન સિંહા જેવા સ્ટાર્સે હાજરી આપી. આ દરમિયાન સલમાન ખાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ડાન્સ કરતો જાેવા મળ્યો હતો. ઉદ્ઘાટન સમારોહનો સલમાન ખાન અને મમતા બેનર્જીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને સ્ટેજ પર ઉભેલા જાેઈ શકાય છે. સલમાને મુખ્યમંત્રી મમતાને ડાન્સ કરવાની વિનંતી કરી. મમતા બેનર્જીએ પહેલા ના પાડી, પરંતુ પછી મહેશ ભટ્ટ તેમને લઈ જાય છે. બધા સ્ટાર્સ એકસાથે ડાન્સ કરે છે. સલમાન ખાન અને મમતા બેનર્જી એકસાથે ડાન્સ કરતા જાેવા મળ્યા હતા. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩ ૫ ડિસેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં ભારતથી લઈને રોમાનિયા, મેક્સિકો, જર્મની, ફ્રાન્સ સહિત બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનની ફિલ્મો પણ બતાવવામાં આવશે.. આ ફિલ્મ ફેસ્ટિવલના ઓપનિંગ સેરેમનીમાં સલમાન ખાન બ્લેક પેન્ટ સૂટ અને શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લુકમાં પહોંચ્યો હતો. ડાન્સ કરતી વખતે તેને તેનો ફેમસ દબંગ ડાન્સ સ્ટેપ પણ કર્યો. આમાં સોનાક્ષી સિંહાએ તેને સપોર્ટ કર્યો હતો. સલમાન ખાને આ સેરેમનીમાં ફેન્સ સાથે વાતચીત પણ કરી હતી. તેને પોતાનો ફેમસ ડાયલોગ ‘એક બાર મૈંને કમિટમેન્ટ કર દી, ફિર મૈં અપને આપ કી ભી નહીં સુનતા’પણ બોલ્યો હતો. સલમાન ખાનને જાેઈને ફેન્સ બૂમો પાડવા લાગ્યા હતા. સલમાન ખાને કહ્યું, ‘આ સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાંથી એક છે. હું અહીં આવીને ખુશ છું. આ સમારોહમાં શત્રુઘ્ન સિંહાએ પણ ભાગ લીધો હતો. તેમને કહ્યું કે, ‘કોઈપણ ક્ષેત્રના સારા લોકોએ આગળ આવવું જાેઈએ અને રાજકારણનો ભાગ બનવું જાેઈએ. જાે સારા લોકો રાજકારણમાં નહીં આવે તો તમારા પર ખરાબ લોકો શાસન કરશે. સારા માણસોએ આગળ આવવું જાેઈએ. મમતા બેનર્જીએ સમયની સાથે પોતાની જાતને સાબિત કરી છે. આ દિવસોમાં મમતા બેનર્જી તમારે ડરવું જાેઈએ નહીં, તમે આયર્ન લેડી છો. તમે તમારી લડાઈ ચાલુ રાખો.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more