મિત્રો તમે તો મલેશિયા પહોચી પણ ગયા? તો આગળની માહિતી સાથે હું પણ હાજર છું. અનેક ટાપુઓથી બનેલા દેશની ખરી મજા એટલે ત્યાના વિવિધ ટાપુઓની મુલાકાત. હા, તમને કદાચ ખબર નહિ હોય પણ આ દેશ 878 ટાપુઓના સમૂહથી બનેલો છે. અને SABAH રાજ્ય સૌથી વધારે 394 ટાપુ સમૂહ ધરાવતું રાજ્ય છે. દરેક નું સૌન્દર્ય વિશેષ છે પણ તેમાય 10 ટાપુઓ ખાસ જોવાલાયક છે.
PALAU PANGKOR ટાપુ આ નામ નો અર્થ ‘સુંદર ટાપુ’ એવો થાય છે. અને નામ પ્રમાણે તે સુંદર પણ છે. ત્યાનું શાંત વાતાવરણ અને અદભુત સાગરતટ. ત્યાં જોવાલાયક જગ્યાઓમાં ચાઇનીસ મંદિર,kaliAmman Temple અને ટાઈગર રોક વગેરે. આ ઉપરાંત અહી સાહસિક પ્રવૃત્તિઓનો પણ તોટો નથી, બનાના બોટિંગ, જેટ સ્કીઈંગ,જંગલ ટ્રેકિંગ, સ્વીમીંગ અને આ બધાથી થાકો એટલે આરામ માટે સાવ બાજુમાં આવેલ Pangkor Laut નું સુંદર આરામદાયી રિસોર્ટ.
બીજો ટાપુ છે ‘PULAUKAPAS’ ત્યાના સ્થાનિક નિવાસીઓ જેને ‘કોટન આઈલેન્ડ’ કહે છે તે પણ રમણીય છે કારણ કે ત્યાં ની કપાસ જેવી શ્વેત, સ્વચ્છ સુવાળી રેતીવાળો દરિયા કિનારો.આ સ્કુબા ડાઇવિંગ, અને Snorkelers માટે સ્વર્ગ છે. કારણ શાંત પાણી, સફેદ રેતી અને ખુબ સુંદર દરિયાઈ જીવ સૃષ્ટિ જોવાનો લ્હાવો મળે છે.
આગળ વધીએ તો આવે છે ‘Penang’ આ ટાપુનું મહત્વ ત્યાની આર્થિક સમૃદ્ધિમાં પણ છે. દરિયાઈ વ્યાપાર માટેનું મહત્વનું સ્થાન. પનાંગ ખુબ રંગબેરંગી અને વિવિધ સંસ્કૃતિથી ઉભરાતો ટાપુ છે. સ્વાભાવિક છે કે અહી વિવિધ વાનગીઓ અને ખાનપાનની ઘણી સગવડ ઉપલબ્ધ છે. અહી રિક્ષામાં ફરવાની મજા માણવા જેવી છે. ખાસતો અહીંનું ઐતિહાસિક જ્યોર્જ ટાઉન અને ત્યાના કોલોનીઅલ મકાનો, રાજાશાહીની યાદ આપતા બાંધકામ , સુંદર મંદિરો અને ભવ્ય આધુનિક હોટલો. પ્રવાસીઓ માટે ભરપુર પ્રવૃત્તિઓ જેવીકે, બીચ ઉપર ઘોડેસવારી, ત્યાં આવેલ સર્પ ટેમ્પલમાં વિવિધ સાપ ની ફોટોગ્રાફી, કેબલકાર રાઈડ થી PenangHill નો નજરો, શોપિંગ અને ઘણું બધું.
માછીમારો અને સ્કુબા ડાઈવર્સ નો અતિપ્રિય ટાપુ એટલે Tenggol આઈલેન્ડ. આ નાનો અમથો ટાપુ ત્યાની જળ સૃષ્ટિમાં ઘણો સમૃદ્ધ છે. એટલે તરવૈયાઓ અને ગોતાખોરો માટે અજબગજબનું આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે. પહેલા અહી રહેવાની સગવડ બહુ ઓછી હતી પણ હવે તો ઘણી હોટલ મળી રહે છે. અતિ સફેદ રેતી અને લીલાછમ વનરાજી વાળા કિનારાઓ, સ્વચ્છ પાણી. અહીની પ્રાકૃતિક સમૃદ્ધિ જ મુલાકાતીઓ માટે મોટું આકર્ષણ બની જાય છે. ડાઈવર્સ માટેનો વિશેષ માનીતો બીજો એક ટાપુ છે Sipadan- ઇન્દ્રધનુષી ર્રીફ ફીશ, દરિયાઈ કાચબાઓ, શાર્ક અને ખુબ સમૃદ્ધ જળસૃષ્ટિ, આજકાલ અહી લગભગ બધી હોટલો બંધ કરાવી દીધી છે. પ્રકૃતિના સંરક્ષણ માટે જ સ્તો. તેથી તમે ત્યાં રહી ના શકો પણ ડાઈવર્સ ત્યાની મજા માણવા ફેરીમાં આવ-જા કરી શકે છે.
આજ પ્રમાણે Pulau Mabul, Redang, PulauTioman અને Perhent ianIsland એક એકથી ચડિયાતા ટાપુઓ આવેલા છે. પણ LANGKAWIની વાત સૌથી અનોખી છે. આ ટાપુ આંદામાનના દરિયામાં અને થાઈ બોર્ડરથી ખુબ નજીક આવેલો છે. લગભગ 70000 લોકોની વસ્તી ધરાવતો આ ટાપુ વિવિધ પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવે છે. લેન્ડસ્કેપ બીચ, પર્વતો, રેઇન ફોરેસ્ટ, માનવ સર્જિત વેટલેન્ડસ, કેબલ કાર રાઈડમાં GUNUNG MAT CHINCHANG જાઓ અને સ્કાય બ્રીજ ઉપરથી ચાલો અને થાઈલેન્ડ નો સુંદર નજરો જુઓ.
આ સિવાય પણ બીજા આકર્ષણો છે જેવાકે લૂક આઉટ ટાવર ,Laman ચોખાના ખેતરો, ઇન્ડોર એક્વેરિયમ જેમાં દરિયાઈ જીવોની વીવીધતા જોવા મળે છે. ઓરીએન્ટલ વિલેજ જ્યાં પ્રવાસીઓ માટે સંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. જો તમે માત્ર અહીના વિવિધ ટાપુઓની મજા માણી ને જતા રહો તો પણ કઈ ગુમાવવા જેવું નથી. પણ મલેશિયા માં હજી બીજું ઘણું જોવાનું ને માણવાનું છે. હમણાં તો ટાપુઓની મજા માણી હવે ના અંકમાં મલેશિયાના અન્ય ભાગની માહિતી મેળવીશું. ત્યાં સુધી આરામ.